For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય સુરક્ષાનો ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવ્યો

|
Google Oneindia Gujarati News

food-security-bill
નવી દિલ્હી, 5 જુલાઇ : કેન્દ્ર સરકારે ખાદ્ય સુરક્ષા અંગે તૈયાર કરવામાં આવેલો વટહુકમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પાસે તેમની મંજૂરી મેળવવા માટે મોકલી દેવામાં આવ્યો છે. રાષ્ટરપતિ સચિવાલયને ગુરુવાર, 4 જુલાઇના રોજ રાત્રે 10 વાગે આ વટહુકમ મળ્યો છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર તેને આ ખરડા અંગે વિચાર કરવા માટે રાષ્ટરપતિ પાસે મોકલવામાં આવ્યો છે.

આ ખરડાના રાજકીય વિરોધની અવગણના કરીને સરકારે દેશની બે તૃતીયાંશ વસતીને દર મહિને સબસિડી દરો પર પાંચ કિલોગ્રામ ખાદ્યાન્નનો અધિકાર આપવા માટે આ વટહુકમ લાવવાનો નિર્ણય બુધવારે લેવામાં આવ્યો હતો.

બીજી તરફ વિપક્ષી દળોએ આજે વટહુકમ લાવવા માટે સરકારની ટીકા કરી હતી. આ ઉપરાંત સંસદની અવગણના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સંસદનું ચોમાસુ સત્ર થોડા જ સપ્તાહમાં શરૂ થવાનું છે. સરકારે વિપક્ષના આરોપોને ધ્યાનમાં નહીં લેતા જણાવ્યું કે તેઓ દેશના કરોડો લોકોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માંગે છે.

English summary
Ordinance on Food Safety sent for President approval
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X