ઓમિક્રૉનના ડર વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ પૉલે કહ્યુ, આપણી વેક્સીન બિનઅસરકારક થઈ શકે છે
દેશમાં વધતા ઓમિક્રૉનના જોખમ વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પૉલે એવી વાત કહી છે જેણે સામાન્ય જનતાનો ડર વધારી દીધો છે.
નવી દિલ્લીઃ દેશમાં વધતા ઓમિક્રૉનના જોખમ વચ્ચે કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. વીકે પૉલે એવી વાત કહી છે જેણે સામાન્ય જનતાનો ડર વધારી દીધો છે. તેમણે કહ્યુ કે ભવિષ્યમાં આપણી વેક્સીનની ક્ષમતા નબળી પડી શકે છે અને નવા વેરિઅંટના જોખમને જોતા આપણે નવી રસીની જરુર પડી શકે છે. ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા વીકે પૉલે કહ્યુ કે, 'જે વર્તમાન સ્થિતિ અને સંભવિત પરિદ્રશ્ય છે તેનાથી ઉભરતી પરિસ્થિતિઓમાં આપણી રસી બિનઅસરકારક થઈ શકે છે માટે જરુરિયાત મુજબ રસીમાં સુધારા થવા જોઈએ.' તેમણે આગળ કહ્યુ કે આપણે કોરોનાનો સામનો કરવા માટે દવાના વિકાસ અને વધુ એક ઠોસ દ્રષ્ટિકોણની જરુર છે અને આના માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં રોકાણ વધારવુ જોઈએ.

ઓમિક્રૉનના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં
તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 61 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ 28 કેસ મહારાષ્ટ્રમાં મળ્યા છે. વળી, રાજસ્થાનમાં 17, કર્ણાટકમાં 3, ગુજરાતમાં 4, કેરળમાં 1 અને આંધ્ર પ્રદેશમાં 1, દિલ્લીમાં 6 અને ચંદીગઢણાં 1 કેસ સામે આવ્યો છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો થવા લાગ્યો હતો પરંતુ આજે ફરીથી કોરોના વાયરસના કેસ વધ્યા છે માટે સહુએ સાવચેત રહેવાની જરુર છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 6984 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 247 દર્દીઓના મોત થયા છે. આ પહેલા મંગળવારે કોરોના વાયરસના દૈનિક કેસોની સંખ્યા 5784 હતી. જો કે રાહતની વાત એ છે કે કોરોનાથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે અને છેલ્લા એક દિવસમાં 8168 દર્દીઓ રિકવર થયા છે.
વળી, કોરોના મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે અને અત્યાર સુધી વેક્સીનનો કુલ 1,34,61,14,483 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં આસામમાં કોરોનાના 141 નવા કેસ સામે આવ્યા. 110 લોકો રિકવર થયા અને અહીં પણ કોવિડથી 2 લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
