Cyclone Amphan: ઓરિસ્સાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા, ભૂસ્ખલનની આશંકા
Cyclone Amphan: ઓરિસ્સાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા, ભૂસ્ખલનની આશંકા
નવી દિલ્હીઃ બંગાળી ખાડીમાં ઉઠેલ ચક્રવાતી તોફાન અમ્ફાન ઓિસ્સા તટની નજીક પહોંચી ગયું છે, તેની અસર પણ દેખાવી શરૂ થઈ ગઈ છે, રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે, જ્યારે ઓરિસ્સાના પ્રભાવિત 13 જિલ્લાથી 1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. ચક્રવાતના કારણે આ રાજ્યોમાં તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે, હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ બુલેટિનમાં કહ્યું છે કે ચક્રવાત ઓરિસ્સાના પારાદીપથી 520 કિમી દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળથી 670 કિમી દક્ષિણ-પશ્ચિમાં પશ્ચિમી-મધ્ય બંગાળની ખાડી ઉપર કેન્દ્રિત છે. આ તેજ ગતીએ ઉત્તર-ઉત્તરી પશ્ચિમી દિશા તરફ આગળ વધી રહ્યું છે.

1 લાખ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા
અમ્ફાની નિપટવા માટે રાજ્યોની સાથોસાથા રાષ્ટ્રીય સ્તરે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ અને આસામમાં પણ હાઈઅલર્ટ છે., એનડીઆરએફ ચીફ એસ એન પ્રધાને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે અમે બેમણી આપદા સાથે લડી રહ્યા છીએ, આપણા માટે હાલનો સમય પડકારજનક છે, જો જરૂરત પડશે તો તરત જ એરફોર્સના વિમાનોથી ટીમોને પ્રભાવિત જગ્યાએ લઈ જવામાં આવશે, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે રાજ્યમાં અમ્ફાન મહાચક્રવાત નજીક પહોંચતા પહેલા 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
|
ઉગ્ર થઈ રહી છે હવા
ઓરિસ્સાના મુખ્યમંત્રીએ કહ્યું કે, તોફાનથી એકપણ વ્યક્તિનો જીવ ના જાય, તેની વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂરત પડવા પર તટવર્તી વિસ્તારોના લોકોને રાખવા માટે 2000થી વધુ મકાન તૈયાર કરવામાં આવ્યા છે. માછીમારો અને સમુદ્રના કાંઠે રહેતા લોકોને ત્યાંથી પહેલા જ હટાવી લેવામાં આવ્યા છે અને સાઈક્લોન જેમ જેમ આગળ વધી રહ્યું છે ઓરિસ્સા અને તટીય પશ્ચિમ બંગાળના ભાગોમાં હવા ઉગ્ર થતી જઈ રહી છે.
|
ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળણાં રેડઅલર્ટ
હાલ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં રેડ અલર્ટ છે, જેની અસર દેશના કેટલાય રાજ્યોમાં પડી શકે છે માટે વિભાગે આજથી લઈ આગલા ત્રણ દિવસ સુધી દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
|
આગલા 6-8 કલાક ઘણા મહત્વપૂર્ણ
જ્યારે સ્પેશિયલ રિલીફ કમિશ્નર પીકે જેનાએ કહ્યું કે ચક્રવાત અમ્ફાન પારાદીપથી 110 કિમી દૂર છે અને 18-19 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે. એક કલાક પહેલા પારાદીપમાં 102 કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ચાલી હતી. આજે મોડી રાતસુધી પશ્ચિમ બંગાળના સુંદરવન પાસે લેન્ડફોલ થવાની આશંકા છે. આગલા 6-8 કલાક અતિ મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
