યુપીમાં હાડ કંપાવતી ઠંડી, અત્યારસુધીમાં 107ના મોત

cold
લખનૌ, 3 જાન્યુઆરીઃ ઉત્તર ભારતમાં ગાત્રો થીજવતી ઠંડીએ 15 લોકોનો જીવ લીધો છે. યૂપીમાં અત્યારસુધીમાં ઠંડીથી મૃત્યું પામનારાઓની સંખ્યા 107 થઇ ગઇ છે. બીજી તરફ રાજધાની દિલ્હીમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. ગુરુવારે સવારે દિલ્હીનો પારો નીચો જતો રહ્યો છે અને ન્યૂનતમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કર્યો છે. ઠંડા પવન અને ધુમ્મસની અસર રેલવે સેવા પર પડી છે. દિલ્હી અપ અને ડાઉન કરતી અંદાજે 33 ટ્રેન મોડી જઇ રહી છે અને ઘણી ટ્રેનોને રદ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે મૃત્યાંક વધી રહ્યો છે. મુજફ્ફરનગરમાં પારો જામી જવીની સ્થિતિમાં પહોંચી ગયો છે. 24 કલાક દરમિયાન રાજ્યાના વિવિધ ભાગોમાં ઠંડીના કારણે 15 લોકો મૃત્યું પામ્યાં છે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ઠંડી અને ઠંડા પવનના કારણે પ્રદેશના અનેક ભાગોમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઠંડીના કારણે મુજફ્ફરનગરમાં ચાર, મથુરામાં ત્રણ, આગરા, બુલંદશહર અને એટામાં બે-બે તથા બારાબંકી અને મિર્જાપુરમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે.

હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે પ્રદેશના ઘણા ભાગોમાં ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુરાદાબાદ, મેરઠ, બરેલી, આગરા, ગોરખપુર, લખનૌ અને કાનપુરમાં રાત્રે તાપમાન સામાન્ય કરતા ઘણું નીચે નોંધાયું છે. આ સમય દરમિયાન મુજફ્ફરનગરમાં રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પારો 0.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X