For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET, JEE Main 2020: 150થી વધુ શિક્ષણવિદોએ PM મોદીને લખ્યો પત્ર, કહ્યુ- બાળકોના ભવિષ્યનો સવાલ

ભારત અને વિદેશોના વિવિધ વિશ્વવિદ્યાલયોના 150થી વધુ શિક્ષણવિદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે સરકાર સપ્ટેમ્બરમાં JEE અને NEET પરીક્ષા કરાવવા જઈ રહી છે. આ પરીક્ષાને ટાળવા માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, બીજી તરફ કોંગ્રેસ સહિત ઘણા મોટા રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણય પર કડક વિરોધ દર્શાવ્યો છે. એટલુ જ નહિ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ખુદ સરકારના આ નિર્ણયને ખોટો ગણાવી રહ્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે અત્યારના સમયમાં નીટ-જેઈઈ પરીક્ષા કરાવવી એકદમ ઈન્દિરા સરકારમાં થયેલી નસબંધી જેવી ખોટી ગણાશે.

અમુક લોકો છાત્રોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે

અમુક લોકો છાત્રોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે

પરંતુ આ દરમિયાન ભારત અને વિદેશોના વિવિધ વિશ્વવિદ્યાલયોના 150થી વધુ શિક્ષણવિદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કહ્યુ છે કે મેડિકલ અને એન્જિનિયરીંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ(મેઈન્સ) અને નીટમાં જો વધુ વિલંબ થયો તો છાત્રોનુ ભવિષ્ય આનાથી પ્રભાવિત થશે કે જે યોગ્ય નથી. આ શિક્ષણવિદોએ પોતાના પત્રમાં કહ્યુ કે અમુક લોકો પોતાના રાજકીય એજન્ડાને આગળ વધારવા માટે છાત્રોના ભવિષ્ય સાથે ચેડા કરવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકો માત્ર પોતાના મતલબ માટે છાત્રોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે.

150થી વધુ શિક્ષણવિદોએ લખ્યો PMને પત્ર

150થી વધુ શિક્ષણવિદોએ લખ્યો PMને પત્ર

યુવા અને છાત્ર રાષ્ટ્રનુ ભવિષ્ય છે માટે ધોરણો માટે જે શંકા અને આશંકાઓ છે જેને જલ્દીમાં જલ્દી ઉકેલવાની જરૂરિયાત છે. અમને પૂરો ભરોસો છે કે કેન્દ્ર સરકાર પૂરી સાવચેતી રાખીને જેઈઈ અને નીટ પરીક્ષાઓ આયોજિત કરશે. તમને જણાવી દઈએ કે હસ્તાક્ષરકર્તાઓમાં દિલ્લી વિશ્વવિદ્યાલય, ઈગ્નુ, લખનઉ વિશ્વવિદ્યાલય, જેએનયુ, બીએચયુ, આઈઆઈટી દિલ્લી અને લંડન વિશ્વવિદ્યાલય, કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, હિબ્રુ યુનિવર્સિટી ઑફ યરુશલમ અને ઈઝરાયના બેન ગુરિયન વિશ્વવિદ્યાલના ભારતીય શિક્ષણવિદ શામેલ છે.

4000થી વધુ છાત્રોએ કરી ભૂખ હડતાળ

4000થી વધુ છાત્રોએ કરી ભૂખ હડતાળ

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા નીટ અને જેઈઈ પરીક્ષા 2020 કરાવવા અંગે વિરોધ વધી રહ્યો છે. રાજનેતાઓ સાથે સાથે છાત્રો પણે કોરોના વાયરસ(કોવિડ-19) દરમિયાન પરીક્ષાઓના આયોજનને ખોટુ માની રહ્યા છે. દેશભરના 4000થી વધુ છાત્રોએ આ પરીક્ષાઓને સ્થગિત કરવાની માંગ માટે એક દિવસની ભૂખ હડતાળ પર કરી હતી.

GST કાઉન્સિલની 41મી મહત્વની બેઠક આજે, સરકાર માટે મુશ્કેલીGST કાઉન્સિલની 41મી મહત્વની બેઠક આજે, સરકાર માટે મુશ્કેલી

English summary
Over 150 Academicians Write to PM Modi, Say Further Delay in Conducting Exams Will Compromise Students’.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X