For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગલવાન વિવાદને લઇ રાહુલ ગાંધીએ મોદીનું નામ બદલ્યું- 'તેઓ Surender Modi' છે

ગલવાન વિવાદને લઇ રાહુલ ગાંધીએ મોદીનું નામ બદલ્યું- 'તેઓ Surender Modi' છે

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લદ્દાખમાં ચીન સાથે ગતિરોધ પર પીએમ મોદીના નિવેદનને કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચકિત કરતું નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રીએ ચીનની આક્રમકતા સામે ભારતીય જમીન તેમને સોંપી દીધી. જ્યારે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અંગટ ટિપ્પણી કરતાં તેમનું નામ પણ બદલી નાખ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાસ્તવમાં 'Surender Modi' છે.

રાહુલ ગાંધીએ મદીને સવાલ કર્યા

રાહુલ ગાંધીએ મદીને સવાલ કર્યા

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ ટિપ્પણી કરી છે. ટ્વીટ સાથે તેમણે એક સમાચાર પણ શેર કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રીએ ચીની આક્રમકતાની આગળ ભારતીય ક્ષેત્ર ચીનને સોંપી દીધો છે. કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે જો આ ભૂમિ ચીનની હતી તો આપણા સૈનિકો શહીદ કેમ થયા? તેઓ શહીદ ક્યાં થયા? જણાવી દઇએ પીએમ મોદીએ ભારત-ચીન તણાવ પર શુક્રવારે બોલાવેલી સર્વદળીય બેઠકમાં કહ્યું કે આપણા ક્ષેત્રમાં કોઇ ઘૂસ્યું પણ નથી અને કોઇએ આપણી ચોકીઓને કબ્જામાં પણ નથી લીધી.

પીએમ મોદીએ શું કહ્યું હતું

પીએમ મોદીએ શું કહ્યું હતું

ભારત-ચીન સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણ બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે કોઈપણ આપણી સીમામાં ઘૂસ્યા નથી અને કોઇએપણ આપણી એકેય પોસ્ટને કબ્જામાં નથી લીધી. આજે કોઇપણ આપણી તરફ આંખ ઉઠાવીને નથી જોઇ શકતું. મોદીના આ નિવેદન બાદથી જ વિપક્ષ મોદી સરકાર પર સતત હુમલા કરી રહ્યું છે. મોદીના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'ભાઇઓ અને બહેનો ચીને ભારતના શસ્ત્રહીન સૈનિકોની હત્યા કરી બહુ મોટો અપરાધ કર્યો છે. હું પૂછવા માંગું છું કે આ વીરોને હથિયાર વિના જ ખતરા તરફ આગળ કેમ વધવા દેવામા ંઆવ્યા. જવાબદાર કોણ છે. ધન્યવાદ.'

સરેંડરને સુરેન્દ્ર લખ્યું તો ટ્રોલ થઇ ગયા રાહુલ ગાંધી

સરેંડરને સુરેન્દ્ર લખ્યું તો ટ્રોલ થઇ ગયા રાહુલ ગાંધી

સુરેન્દ્ર લખી રાહુલ ગાંધી સરેન્ડર કહેવા માંગતા હતા જેનો મતલબ આત્મસમર્પણ થાય છે પરંતુ તેમણે વ્યંગ કરી પ્રહાર કરવાનું ધાર્યું અને તેમના સુરેન્દ્રની સ્પેલિંગમાં એક આરની કમી કરી દીધી. આ કારણે ભાજપ પ્રશંસક તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.

લદ્દાખઃ મોટી દુર્ઘટના ટળી, આર્મીના હેલિકોપ્ટરનું અચાનક લેન્ડિંગલદ્દાખઃ મોટી દુર્ઘટના ટળી, આર્મીના હેલિકોપ્ટરનું અચાનક લેન્ડિંગ

English summary
over LAC border issue rahul gandhi says narendra modi is surender modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X