પહેલવાનોના પ્રદર્શનને મળ્યુ ખાપ પંચાયત, સંયુક્ત કિસાન મોર્ચાનો સાથ
ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરમ સિહના વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં હવે ખાપ પંચાયતની મહિલાઓ સામે આવી હતી. દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને હવે ખાપ પંચાયત અને સંયુક્ત કિસાન મોર્ચાનું સમર્થન મળ્યુ છે.

ઓમ પ્રકાશે કહ્યુ કે, દિકરીઓના ભવિષ્યની ભલાઇ માટે અમે શુક્રવારે દિલ્હીમાં પહોચીને પહેલવાનોના પ્રદર્શનમાં ભાગ લેશુ. ખાપમાં હમેશા ખેલાડીઓનું સમર્થન કર્યુ છે. અમે પહેલવાનો સાથે પ્રદર્શનમાં બેઠીશુ. જ્યાં સુધી બૃજભૂષણ શરણ સિહ સામે એફઆઇઆર દાખલ નહી કરવામાં આવે.
બલવં નબરદાર જે ફોગાટ ખાપના મુખ્ય છે. તેમણે કહ્યુ કે, હરિયાણાની ખાપ દિલ્હી મોટી સંખ્યામાં પહોચશે અને પહેલવાનો સાથે રહેશે. અમે અણારા બાળકોનું સમર્થન કર્યુ છે, અમને તેમના પર ભરોષો છે. તેમણે દેશનું નામ રોશન કર્યુ છે. આતંરરાષ્ટ્રીય મંચ પર મેડલ જીત્યા છે.
પહેલવાનોને ધરણા પર બેઠવા ાટે મજબુર કરવામાં આવ્યા છે. આરોપોની ગંભીરતા જોતા કુશ્તી સંઘના અધ્યક્ષે જાતે જ રાજીનામુ આપી દેવુ જોઇએ. જ્યાં સુધી મામલાની તપાસ ચાલુ રહે ત્યાં સુધી. અમને સુપ્રિમ કોર્ટ પાસે પણ આશા છે.
સંયુક્ત કિસાન મોર્ચાના નેતા અભૂમન્યુ કુહારે જણાવ્યુ કે, અમે શુક્રવારે એક બેઠક બોલાવી છે. પહેલવાનોને પોતાના સમર્થન આપશે. પહેલવાનોએ કિસાન આંદોલન દરમિયાન સમર્થન આપ્યુ હતુ. હવે કિસના પણ તેમન સાથે ઉભા રહેશે.












Click it and Unblock the Notifications
