પાકિસ્તાને સનાઉલ્લાહના મૃત્યુની તપાસની માંગ કરી

sanaullah-haq
નવી દિલ્હી, 9 મે : ચંદીગઢની હોસ્પિટલમાં બહુ અંગ નિષ્ક્રિય થવાને કારણે મૃત્યુ પામેલા ભારતમાં કેદ પાકિસ્તાની કેદી સનાઉલ્લાહના મોતની તપાસ કરવા માટે પાકિસ્તાને માંગણી કરી છે. આ અંગે પાકિસ્તાને કહ્યું છે કે "ભારતીય જેલમાં પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ પર જે ઘાતકી રીતે હુમલો કરવામાં આવ્યો એ ક્યારેય ભૂલી શકાય એમ નથી. પાકિસ્તાન સરકાર માટે તે બદનસીબી અને ચિંતાની બાબત છે."

પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા ઐજાઝ અહેમદ ચૌધરીએ જણાવ્યું કે "અમે અમારી ચિંતા ભારત સરકારને પહોંચાડી છે. અમે આ કિસ્સા માટે માંગ કરી છે કે જેલમાં હુમલાની વિશેષ તપાસ કરાવવામાં આવે અને દોષિતો સામે ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવે." ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન શાસિત પંજાબના સિયાલકોટ વિસ્તારના રહેવાસી સનાઉલ્લાહને 1999 માટે આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા બદલ આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી.

પોતાનાં સાથીની હત્યા કરવાનાં ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા ભારતીય સેનાનાં પૂર્વ જવાન વિનોદ કુમારે કોઈ વાતને લઈને ઝઘડો થતા 3 મેના રોજ તેમણે સનાઉલ્લાહ પર હુમલો કર્યો હતો. સનાઉલ્લાહને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને આ પહેલા તેને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરાયો હતો. સનાઉલ્લાહને મંગળવારે કમળો થયો હતો અને બીજાં પણ આંતરિક ચેપ લાગ્યા હતા. તેના પરિવારનાં બે સભ્યો મંગળવારે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X