For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુંછમાં ઘુસણખોરી દરમિયાન આઇઇડી વિસ્ફોટમાં પાક. ઘુસણખોરનું મોત

|
Google Oneindia Gujarati News

poonch
પુંછ, 1 જુલાઇ : જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસે સુરક્ષાદળોની સાથે થયેલી અથડામણમાં એક આઇઇડીમાં વિસ્ફોટ થઇ જવાના કારણે તેને લઇ જઇ રહેલા કહેવાતા પાકિસ્તાની ઘુસણખોરોની આજે મોત થયું છે.

રક્ષા પ્રવક્તાએ અત્રે આ માહિતી આપતા જણાવ્યું કે પુંછ જિલ્લામાં સવારે લગભગ 4.30 વાગ્યે નિયંત્રણ રેખા પર સબ્જિયાન વિસ્તારમાં એક ઘુસણખોરની ગતિવિતિ નોંધાઇ. તેમણે જણાવ્યું કે સૈનિકોએ અગ્રિમ ભારતીય ચૌકી તરફ વધતા ઘુસણ ખોર પર ગોળી ચલાવી દીધી. પ્રવક્તા અનુસાર, ગોળી વાગવાથી ઘુસણખોર પાસે રહેલું આઇઇડીમાં વિસ્ફોટ થઇ ગયો અને તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગઇ.

નિયંત્રણ રેખાના જંગલી વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ અને ઘુસણખોરના ચિથડેહાલ મૃતદેહને મેળવી લેવાયો. તેમના અનુસાર ઘુસણખોરની કોશીશને નિષ્ફળ કરી દેવાયું.

જ્યારે પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે શું ઘુસણખોર નિયંત્રણ રેખા પર મુખ્ય ચોકી પર હુમલો કરી રહ્યો હતો તો તેમણે કોઇ જવાબ ના આપ્યો. જોકે સૂત્રોએ જણાવ્યું કે મુખ્ય ચોકી પર આઇઇડીની સાથે હુમલાને અંજામ આપવામાં આવ્યું. સેનાના જવાનોએ 26 જૂનના રોજ રાજ્યના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘુસણખોરીના એક પ્રયત્નને નિષ્ફળ કરી દેવાઇ.

English summary
An alleged Pakistani intruder was on Monday killed when an IED he was carrying exploded during an encounter with security forces along the Line of Control in Poonch district of Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X