ભારતીય જવાનોને જોઇ પાક રેંજર્સે પણ લગાવ્યું 'ઝાડું'
જમ્મૂ, 2 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ગાંધી-શાસ્ત્રી જયંતિ પર શરૂ કરવામાં આવેલા 'સ્વચ્છ ભારત અભિયાન'ની અસર સીમા પાર પાકિસ્તાન સુધી જોવા મળી રહી છે. ગુરૂવારે જમ્મૂ- કાશ્મીરના આરએસ પુરામાં 'સ્વચ્છ ભારત અભિયાન' હેઠળ બીએસફના જવાનોએ પોતાની ચોકીઓ પર સફાઇ કરતાં જોતાં હાજર પાકિસ્તાની રેંજર્સ પણ પોતાની ચોકીઓની સફાઇમાં લાગી ગયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવી દિલ્હીની વાલ્મિકી કોલોનીમાં ઝાડુ લગાવીને અને પછી ઇન્ડિયા ગેટ પર લોકોને શપથ અપાવીને પોતાની મહત્વાકાંક્ષી 'સ્વચ્છ ભારત અભિયાન'ની ઔપચારિક શરૂઆત કરી. તેના હેઠળ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું.

આ કડીમાં જમ્મૂ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં સીમા પર હાજર બીએસએફના જવાનોએ પણ પોતાની ચોકીઓની સફાઇ કરી. ભારતીય જવાનોને સફાઇ કરતાં જોઇ બીજી તરફ હાજર પાકિસ્તાની રેંજર્સને તેનાથી પ્રેરણા મળી. ત્યારબાદ તેમણે પણ પોતાની ચોકીઓની સફાઇ શરૂ કરી દિધી.












Click it and Unblock the Notifications
