Election Express: મોદીના નિવેદનનું પાકિસ્તાનમાં સ્વાગત
દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.
આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...

મોદીના નિવેદનનું પાકિસ્તાનમાં સ્વાગત
ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે બુધવારે ભારત-પાકિસ્તાન અંગે ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા નિવેદનનું સ્વાગત કર્યું છે. મોદીએ કહ્યું કે બન્ને દેશોના સંબંધ સંતુલિત અને હસ્તક્ષેપ રહિત હોવા જોઇએ.

તો વારાણસીને શું સુધારી શકશે મોદીઃ કેજરીવાલ
મોદી પર નિશાન તાકતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મોદી કહે છેકે તેઓ પીએમ બનશે તો વારાણસી ચમકી ઉઠશે. મોદીએ 12 વર્ષમાં મણિનગરમાં કંઇ જ કર્યું નથી તો વારાણસી માટે શું કરશે. અત્યારસુધી જેટલા વડાપ્રધાન આવ્યા તેઓ પોતાના ઉમેદવારી ક્ષેત્રમાં કંઇ સુધારી શક્યા નથી.

મોદીની કોઇ લહેર નથી, માત્ર ઝેર છેઃ ઇલ્મી
આમ આદમી પાર્ટીના નેતા શાજિયા ઇલ્મીએ આરોપ લગાવ્યો છેકે મોદી ઉદ્યોગપતિઓના એજન્ટ છે અને તેમણે કહ્યું કે દેશમાં કોઇ મોદીની લહેર નથી, આ માત્ર એક ઝેર છે. તેમણે કહ્યું કે મોદીને ભૂલી જવાની બીમારી છે, તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓને ભૂલી ગયા છે. તેઓ પોતાની પત્નીને ભૂલી ગયા છે, દેશને પણ ભૂલી જશે.

મોદી પર અંગત હુમલા કરવામાં ના આવેઃ જેટલી
રોબર્ટ વાડ્રા પર થઇ રહેલા હુમલાઓનો લઇને આહત પ્રિયંકા ગાંધી દ્વાર નરેન્દ્ર મોદી પર તેમના વૈવાહિક સંબંધો સહિતના મુદ્દાઓને લઇને હુમલા કરવામાં આવ્યા છે, જેને લઇને અરૂણ જેટલીએ કહ્યું છેકે મોદી પર અંગત હુમલા કરવામાં ના આવવા જોઇએ. જેટલીએ કહ્યું કે મને ખુશી છેકે પ્રિયંકાએ વાડ્રા અંગે નિવેદન આપ્યું. હું આશા રાખું છું કે તેમનો પરિવાર અને તેમની પાર્ટી તેમની(પ્રિયંકા)ની સલાહનું ધ્યાન રાખશે. પ્રિયંકાના મિત્રોથી આશા છેકે તેમને એ અનુભૂતિ થશે કે પ્રિયંકાએ મોદી પર જે હુમલા કર્યા તે વ્યક્તિગત હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
