For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને પહેલી વાર માની દાઉદની પાકમાં હાજરી, 88 બેન આતંકીઓમાં કર્યુ નામ શામેલ

પાકિસ્તાન સરકારે પહેલી વાર માન્યુ છે કે મોસ્ટ વૉન્ટેડ લોકોમાંથી એક દાઉદ ઈબ્રાહીમ કરાંચીમાં રહે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી નવી સૂચિના અનુપાલનમાં પાકિસ્તાને 88 નેતાઓ અને આતંકવાદી સમૂહોના સભ્યો પર વધુ પ્રતિબંધ લગાવ્યા છે. આ સૂચિમાં ભારતના મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઈબ્રાહીમનુ નામ પણ શામેલ છે. પાકિસ્તાન સરકારે પહેલી વાર માન્યુ છે કે મોસ્ટ વૉન્ટેડ લોકોમાંથી એક દાઉદ ઈબ્રાહીમ કરાંચીમાં રહે છે. સૌથી ખાસ વાત એ છે કે પાક સરકાર તરફથી જારી સૂચિમાં દાઉનુ સરનામુ કરાંચીનુ બતાવવામાં આવ્યુ છે.

કરાંચીમા રહે છે દાઉદ

કરાંચીમા રહે છે દાઉદ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી કરવામાં આવેલી સૂચિમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓના નામ પણ શામેલ છે. આનાથી માલુમ પડે છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં જ છે અને પાકિસ્તાન સરકારે એ કબૂલ કરી લીધુ છે. તેના ઘરને વ્હાઈટ હાઉસ કહેવામાં આવે છે. અધિકૃત નિવેદનમાં દાઉદનુ સરનામુ છે - મકાન નંબર 37, ગલી નંબર 30, આવાસ પ્રાધિકરણ, કરાંચી.

હાફિઝ સઈદ ઘણા પર પ્રતિબંધ

હાફિઝ સઈદ ઘણા પર પ્રતિબંધ

માહિતી અનુસાર આ આતંકી સંગઠનો અને તેમના આકાઓની બધી સંપત્તિઓને જપ્ત કરવા અને બેંક ખાતાઓને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પેરિસ સ્થિત FATFએ જૂન, 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યુ હતુ. સરકારે 18 ઓગસ્ટે બે અધિસૂચનાઓ જારી કરીને 26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા અને જમાત-ઉદ-દાવાના સરગના હાફિઝ સઈદ, જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અઝહર અને અંડરવર્લ્ડ ડૉન ઈબ્રાહીમ પર પ્રતિબંધોની ઘોષણા કરી હતી.

ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યા આ નામ

ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યા આ નામ

પાકિસ્તાને પ્રતિબંધની આ સૂચિમાં સઈદ, અઝહર, મુલ્લા ફઝલુલ્લા(ઉર્ફ મુલ્લા રેડિયો), ઝકીઉર રહેમાન લખવી, મુહમ્મદ યહ્મા મુઝાહિદ, અબ્દુલ હકીલ મુરાદ, નૂર વલી મહસૂદ, ઉઝબેકિસ્તાન લિબ્રેશન મૂવમેન્ટના ફઝલ રહીમ શાહ, તાલિબાન નેતાઓ જલાલુદ્દીન હક્કાની, ખલીલ અહેમદ હક્કાની, યહ્યા હક્કાની અને ઈબ્રાહીમ અને તેમના સહયોગીના નામ શામેલ કરવામાં આવ્યા છે.

COVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિCOVID 19 UPDATE: કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Pakistan government first time accepts Dawood Ibrahim livesin Karachi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X