For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ફરી ફાયરિંગ કર્યુ, 1 BSF જવાન સહિત 3ના મોત

પાકિસ્તાન ફરી એક વાર તેની નાપાક હરકત કરી છે. જમ્મુ કશ્મીરના આરએસ પુરા સેકટરમાં ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે.

By Kajal
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન ફરી એક વાર તેની નાપાક હરકત કરી છે. જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેકટરમાં ફરી પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ફાયરિંગમાં બે લોકોના મોત થયા છે. જ્યારે એક બીએસએફ જવાન મંદીપસિંહ શહીદ થયા હતા. તે ઉપરાંત બીજા એક બીએસએફ જવાન સહિત કુલ 4 લોકો ઘાયલ થયા છે. શનિવારે પાકિસ્તાન દ્વારા સતત ત્રીજીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. આ ફાયરિંગ સમગ્ર રાત ચાલ્યુ હતું. નોંધનીય છે કે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કર્યા પછી બંન્ને તરફથી કેટલાક દિવસોથી બંને દેશો ફાયરિંગ કરી રહ્યા છે. જેમાં બંને દેશોના નાગરિકા પણ પ્રાણ ગુમાવી રહ્યા છે.

India

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આતંરરાષ્ટ્રીય સીમા પર ચેનાબ નદીના કિનારે આવેલા અખનૂર અને આપએસપુરા વિસ્તારમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. બીએસએફના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, પાકિસ્તાન તરફથી કોઇ પણ કારણ વિના સમગ્ર રાત દરમિયાન અરનિયા, રામગઢ, સાંબા, હીરાનગર વિસ્તારોમાં ફાયરિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં સામાન્ય લોકોને નિશાન બનાવામાં આવ્યા છે. ભારત તરફથી પણ તેને બરોબરનો જવાબ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પર્ગવાલ સેક્ટરમાં બીએસએફ જવાન ઘાયલ થયો હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સીમા પાસે 8000 થી 9000 લોકો રહે છે. જેઓને બીજા સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે. આ સિવાય જે વિસ્તારોમાં આ ગોળીબારી થઈ રહી છે ત્યાની શાળાને ત્રણ દિવસ માટે બંધ કરવામાં આવી છે.

English summary
Pakistan once again violates ceasefire heavy shelling injured many a civilian dead. Firing at loc for whole night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X