ફ્લેગ મીટિંગ માટે પાક. રાજી, આવતીકાલે મળશે બ્રિગેડિયર્સ

પાકિસ્તાનના જવાનો દ્વારા ભારતીય સેનાના બે આરમી જવાનોના શિરચ્છેદ કર્યાની ઘટના બાદ એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધુ વણસી છે. ભારતીય જવાનોની હત્યા બાદ પણ પાકિસ્તાને ભારતીય ચોકીઓ પર ફાયરિંગ કરવાનું ચાલું રાખ્યું હતું. પાકિસ્તાન આરમી દ્વારા વારંવાર નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરી સીઝફાયરનો ભંગ કર્યો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે આવતીકાલે થનારી ફ્લેગ મીટિંગમાં બંને દેશોના બ્રિગેડિયર મળશે અને સરહદ પરના તણાવના કારણોની ચર્ચા કરી તેનો ઉકેલ લાવવાની દિશામાં નક્કર પગલા ભરશે. આ ફ્લેગ મીટિંગ ચક્કન-દા-બાગમાં મળનારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે કોઇ બે દેશો વચ્ચેની સરહદ પર આંતરિક સંઘર્ષ સર્જાય અથવા સિઝફાયરનો ભંગ થાય ત્યારે બંને દેશની આરમી દ્વારા જે મુલાકાત કરવામાં આવે છે તેને ફ્લેગ મીટિંગ કહેવાય છે, અને આ મીટિંગમાં આરમીના બ્રિગેડિયર વચ્ચે મુલાકાત થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની લશ્કરે બેશરમીની હદ વટાવી છેલ્લા એક સપ્તાહથી ભારત-પાકિસ્તાનની સરહદ પર બે ભારતીય જવાનોના સિરચ્છેદ કરી તેમની હત્યા કરી નાખી હતી. પાકિસ્તાનના જવાનોએ કરેલા બર્બર કૃત્ય અંગે ભારતે તેને ઠપકો આપવા છતાં તેણે સરહદ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. ભારતીય લશ્કરમાંના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની સેનાએ જમ્મુ અને કશ્મીરમાં અંકુશ રેખા પર આવેલી કૃષ્ણા ઘાટી અને સોના ગલી સેક્ટરોમાં ભારતીય લશ્કરની આઠ ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો.












Click it and Unblock the Notifications
