નૌશેરામાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો, એક ભારતીય જવાન શહીદ
નૌશેરામાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કર્યો, એક ભારતીય જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કૃ્ષ્ણા ઘાટી અને નૌશેરામાં પાકિસ્તાને સવારે 3.30 વાગ્યે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો. જે બાદ પાકિસ્તાન ફરી સવારે 5.30 વાગ્યે નૌશેરા સેક્ટમરાં સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનને ઝડબાતોડ જવાબ આપ્ય છે. આ ફાયરિંગમાં ભારતીય સેનાના હવલદાર દીપક કાર્કી શહીદ થઇ ગયા છે.

એલઓસી પર 5 જૂન બાદથી અત્યાર સુધી ચાર જવાન શહીદ થઇ ગયા છે. પાકિસ્તાને પુંછ અને રાજૌરી જિલ્લાના કેટલાય સેક્ટર્સમાં આજે સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો છે. ડિફેન્સ પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાને એલઓસી પાસે આવેલ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં મોર્ટાર અને નાના હથિયારોથી ગોળીબાર કરી સીઝફાયરનો ભંગ કર્યો. જેનો ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો છે. અગાઉ હવલદાર પી માથિયાજગન 4 જૂને રાજૌરીમાં પાકિસ્તાની ફાયરિંગમાં શહીદ થઇ ગયા હતા. આવા પ્રકારના ફાયરિંગમાં 10 જૂને તારકુંદી સેક્ટરમાં નાયક ગુરચરણ સિંહ શહીદ થયા હતા.
જ્યારે 14 જૂને 29 વર્ષીય સિપાહી લુંગાબૂ અબોનમી પણ પુંછ જિલ્લામાં પાકિસ્તાનના ફાયરિંગમાં શહીદ થઇ ગયા હતા. જાણકારી મુજબ પાકિસ્તાને શનિવારે ઉડી સેક્ટરમાં પણ એલઓસી પસે ફાયરિંગ કર્યું હતું, જેમાં પાંચ નાગરિકો ઘાયલ થઇ ગયા જે બાદ ફરીથી રાજૌરી સેક્ટરમાં સંઘર્ષ વિરામનો ભંગ કર્યો. પાકિસ્તાને રાજૌરી જિલ્લાના નૌશેરામાં શનિવારે સાંજે 6.45 વાગ્યે પણ સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો હતો. આ વર્ષે પાકિસ્તાની સેનાએ અત્યાર સુધી 1400થી વધુ વખત સીઝફાયરનો ભંગ કર્યો છે. પાછલા વર્ષે પાકિસ્તાને 3168 વખત અને 2018માં 1629 વખત સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કર્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
