વિના મલિકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, પરંતુ...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે, તેના નેતાઓ આક્રમક નિવેદન આપી રહ્યા છે, તેમાં પાકિસ્તાની ડ્રામા ક્વીન વિના મલિક પણ પાછળ નથી.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન ગુસ્સે છે, તેના નેતાઓ આક્રમક નિવેદન આપી રહ્યા છે, તેમાં પાકિસ્તાની ડ્રામા ક્વીન વિના મલિક પણ પાછળ નથી. તે ભારત સામે સતત ટ્વીટ કરી રહી છે. જોકે તેનું નિવેદન હંમેશા તેને જ ભારે પડે છે અને તેણે દર વખતે ટ્રોલર્સના ગુસ્સાનો શિકાર બનવું પડે છે, તેમ છતાં વિના મલિક તેની હરકતો સુધારવાનું નામ નથી લઇ રહી. આ વખતે પણ વિના મલિકે ભારતના મુસલમાનો અંગે વિવાદિત ટિપ્પણી કરી, તો ભારતીયોએ તેને જડબાતોડ જવાબ આપ્યો.
|
વિના મલિકે ઉર્દુમાં ભડકાઉ ટવિટ કરી
ખરેખર, વિના મલિકે ઉર્દૂમાં ટ્વિટ કર્યું, ત્યારબાદ પાકિસ્તાની મૂળના લેખક તારિક ફતેહે તેનો અનુવાદ કર્યો અને લખ્યું - પાકિસ્તાની અભિનેત્રી વિના મલિકે હઝરત મોહમ્મદનો કોટ શેર કર્યો છે, તેમાં લખ્યું છે - મારા અનુયાયીઓ (મુસ્લિમો) જે ભારત પર આક્રમણ કરશે, તેમને આ ગેરંટી સાથે સમ્માનિત કરવામાં આવશે કે તેઓને નરકની અગ્નિથી બચાવી લેવાશે.
|
હંગામો મચ્યો
જે પછી હંગામો મચી ગયો, લોકો વિના મલિક વિશે સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને આ જોઈને વિના મલિક ફરી એક વાર ટ્રોલ થઈ. એક ભારતીયએ ટ્વિટ કર્યું, તેને ખરેખર ભારત છોડીને જ પોતાનો અસલી રંગ બતાવ્યો બિલકુલ તેવી જ રીતે જેમ પાકિસ્તાનના બીજા નકલી કલાકારોએ બતાવ્યો છે.

પાકિસ્તાન આતંકને પોષતું દેશ
તો કોઈએ લખ્યું કે બધા મુસ્લિમ દેશો ભારતની પાછળ ખડકની જેમ ઉભા છે, કારણકે તે બધાને ખબર છે કે પાકિસ્તાન આતંકને પ્રોત્સાહન આપતા દેશ સિવાય બીજું કશું નથી. તેઓ પોતાને ત્યાં સાપ ઉછેરે છે, જે પછીથી તમને જ કરડે.
આ પણ વાંચો: ભારત-પાક વચ્ચે તણાવ યથાવત, ઈમરાને કહ્યુ, પહેલા અમે નહિ કરીએ પરમાણુ હથિયારનો ઉપયોગ












Click it and Unblock the Notifications
