For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય સીમામાં પાકિસ્તાની ડ્રોન ઘુસ્યું, BSF એલર્ટ

પંજાબમાં ફિરોઝપુર હુસેનીવાલા સરહદ ઉપર એક ડ્રોન ઉડતું જોયું હતું. જેનાથી સુરક્ષા દળોને આંચકો લાગ્યો. ડ્રોન ભારતીય સીમાની ચેક પોસ્ટ એચ.કે. ટાવર નજીક મળી આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

પંજાબમાં ફિરોઝપુર હુસેનીવાલા સરહદ ઉપર એક ડ્રોન ઉડતું જોયું હતું. જેનાથી સુરક્ષા દળોને આંચકો લાગ્યો. ડ્રોન ભારતીય સીમાની ચેક પોસ્ટ એચ.કે. ટાવર નજીક મળી આવ્યો હતો. પાંચ વખત ઉડાન ભર્યા પછી આ ડ્રોન એકવાર ભારતીય સીમામાં ઘુસી આવ્યો. ડ્રોન સરહદની પાકિસ્તાન બાજુથી સોમવારે રાત્રે 10 થી રાત્રે 10.40 વાગ્યે ઉડતું જોયું હતું. જ્યારે તે રાત્રે 12.25 વાગ્યે ભારતીય સરહદ પાર કરી ત્યારે સરહદ સુરક્ષા દળ (બીએસએફ) ના જવાનોએ વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ કરી દીધા.

drone

મંગળવાર સવારથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને અન્ય ગુપ્તચર એજન્સીઓ સાથે પંજાબ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ઓપરેશન દ્વારા પાકિસ્તાનના આતંકવાદી જૂથોએ ડ્રોન દ્વારા ડ્રગ કે દારૂગોળો મોકલ્યો છે કે કેમ તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના પંજાબ સરકારે બે ડ્રોન પ્રાપ્ત કર્યાના એક અઠવાડિયા પછીની છે. ગયા મહિને, એક ડ્રોન મળી આવ્યો હતો, જ્યારે તેના 15 દિવસ પહેલા, તરણતારણ શહેરમાં સળગાવી દેવામાં આવેલ ડ્રોન મળી આવ્યું હતું.

પંજાબના તરણતારણમાં મોટી માત્રામાં હથિયારોની રિકવરી પર, એવું બહાર આવ્યું છે કે, પાકિસ્તાન ભારે વજનના ડ્રોન દ્વારા હથિયારોની સપ્લાય કરી રહ્યું છે. તાજેતરમાં જ, પંજાબ પોલીસે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (કેઝેડએફ) ને ફરીથી સ્થાપિત કરવાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો, જેને પાકિસ્તાન અને જર્મનીના આતંકવાદી જૂથ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તે પંજાબ અને આજુબાજુના રાજ્યોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવાનું કાવતરું ઘડી રહ્યું હતું.

આ પણ વાંચો: હવે ઈમરાન ખાને જાતે ઘૂસણખોરીની વાત સ્વીકારી, કહ્યું - Loc પાર ન કરો

English summary
Pakistani drone penetrates Indian border, BSF alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X