પાકિસ્તાની કેદી સનાઉલ્લાહનું ચંદીગઢની હોસ્પિટલમાં મોત

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ હક પર જમ્મુની કોટ ભલવલ જેલમાં ગત શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદથી જ સનાઉલ્લાહને ચંદીગઢનાં પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેની લગાતાર હાલત ગંભીર બની રહી હતી. પાકિસ્તાનની કોટ લખપત જેલમાં જે રીતે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય કેદીન સરબજીત સિંહ પર હુમલો થયો હતો તેનાં એક દિવસ બાદ ભારતની જમ્મુની જેલમાં સનાઉલ્લાહ પર હુમલો થયો હતો.
પોતાનાં સાથીની હત્યા કરવાનાં ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા ભારતીય સેનાનાં પૂર્વ જવાન વિનોદ કુમારે કોઈ વાતને લઈને ઝઘડો થતા સનાઉલ્લાહ પર હુમલો કર્યો હતો. સનાઉલ્લાહને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને આ પહેલા તેને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરાયો હતો. સનાઉલ્લાહને મંગળવારે કમળો થયો હતો અને બીજાં પણ આંતરિક ચેપ લાગ્યા હતા. તેના પરિવારનાં બે સભ્યો મંગળવારે પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.












Click it and Unblock the Notifications
