For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરોધ વચ્ચે પાક પીએમએ અજમેરમાં કરી જિયારત

|
Google Oneindia Gujarati News

raja-khurshid
નવી દિલ્હી, 9 માર્ચઃ એક તરફ અજમેર સહિત ભારતભરમાં વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી રાજા પરવેઝ અશરફે અજમેરની દરગાહ પર જિયારત કરી છે. ભારતીય એરફોર્સના ત્રણ ચોપરમાં અજમેર આવેલા પાક પ્રધાનમંત્રીની સુરક્ષા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. થઇ રહેલા વિરોધને ધ્યાનમાં લઇને હંમેશા દર્શનાર્થીઓથી ભરચક રહેતી દરગાહને થોડા સમય માટે ખાલી કરાવવામાં આવી હતી. જ્યાં સુધી પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ દરગાહમાં ચાદર ચઢાવી નહીં ત્યા સુધી અંદર કોઇને આવવા દેવામાં આવ્યા નહોતા. આ બધાની વચ્ચે આજે સવારે જયપુર ઉતર્યા બાદ ત્યાંની રાજબાગ પેલેસ હોટલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શીદે તેમની સાથે લંચ લીધું હતું. જેને લઇને વિપક્ષ સહિત દેશભરમાં નારાજગી પ્રવર્તી છે.

અપડેટ 3.55 pm

પાક પીએમ અજમેર પહોંચ્યા, કડક સુરક્ષા વ્યવસ્થા

જયપુર ખાતે ભારતીય વિદેશમંત્રી સાથે લંચ લીધા બાદ પાક પીએમ એરફોર્સના ત્રણ ચોપરમાં અજમેર પહોંચ્યા છે. આ યાત્રામાં તેમની સાથે 48 લોકોનો કાફલો છે. પાક પીએમ આવતા હોવાના કારણે દરગાહને ખાલી કરાવી દેવામાં આવી છે.

અપડેટ 3.15 pm

પાક પીએમ અજમેર જવા રવાના, કડક સુરક્ષા વ્યવસ્થા


જયપુર ખાતે વિદેશમંત્રી સલમાન ખુર્શીદ સાથે લંચ લીધા બાદ પાક પીએમ અને તેમનો કાફીલો અજમેર જવા માટે રવાના થયો છે. તેઓ ત્રણ ચોપરમાં જયપુરથી રવાના થયા છે. અજમેરમાં તેઓ 42 મીટર લાંબી મખમલી ચાદર ચઢાવશે. વિરોધ ચાલી રહ્યો હોવાના કારણે અજમેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તકે સલમાન ખુર્શીદે કહ્યું કે, શિષ્ટાચારના કારણે તેમણે પાક પીએમ સાથે લંચ કર્યું છે. આ સમય કોઇ રાજકિય વિષય પર વાતચીત કરવા માટે સમય નથી. આ તેમની એક વ્યક્તિગત યાત્રા છે.

અપડેટ 12.42 pm

ખુર્શીદ સાથે પાક પીએમનું લંચ

જયપુર સ્થિત રાજબાગ પેલેસ હોટલ ખાત ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શીદ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી રાજા પરવેજ અશરફ વચ્ચે મુલાકાત થઇ છે. બન્નેએ મીડિયા વચ્ચે આવી હસ્તધૂનૂન કર્યું હતું અને લંચ લેવા માટે હોટલમાં જતા રહ્યાં હતા. લંચ પૂર્ણ કર્યા બાદ પાક પીએમ અજમેર જવા રવાના થશે, તેઓ બપોરે 4 વાગ્યે અજમેર પહોંચશે.

અપડેટ 12.42 pm

પાક પીએમનું સ્વાગત કરાયું

પાકિસ્તાની પ્રધાનમંત્રી રાજા પરવેજ અશરફ હોટલ રામબાગ પેલેસ ખાતે પહોંચી ગયાં છે. જ્યાં તેમનું સ્વાગત હાથી-ઉંટ અને ઢોલથી કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર પાકિસ્તાની પ્રધાનમંત્રી સાથે ભારતના વિદેશમંત્રી સલમાન ખુર્શીદ લંચ લેશે. નોંધનીય છે કે, તેઓ ભારતના વ્યક્તિગત પ્રવાસે છે અને સરહદ પર ભારતીય સૈનિકો સાથે જે ક્રુરતા આચરવામાં આવી છે, તેને લઇને ભારતમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીની યાત્રાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ જયપુરમાં આ રીતે શાનદાર સ્વાગત કરવામાં આવતા તેની સામે નારાજગી પ્રવર્તી રહી છે.

અપડેટ 12.32 pm

પાક. PM જયપુર પહોંચ્યા

ભારે વિરોધ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી જયપુર પહોચ્યા છે. અશરફ પાક વાયુસેનાના વિમાનથી જયપુરના સાંગાનેર હવાઇ મથકે સવારે 11.50 વાગ્યે પહોંચ્યા. તેમની સાથે અન્ય 48 લોકો પણ આવ્યા છે. જો કે, તેમને લેવા માટે ભારતના એકપણ મંત્રી હવાઇ મથકે પહોંચ્યા નથી. વિવાદ અને વિરોધ વચ્ચે અશરફ બપોરે 2.45 બાદ અજમેર જવા માટે રવાના થશે અને 4.05 વાગ્યે મોઇનુદ્દીન ચિશ્તી દરગાહ પર જિયારત કરશે.

અપડેટઃ 10:53 am

પાકિસ્તાનના પ્રધાનમંત્રી રાજા પરવેજ અશરફ આજે ખ્વાજાની જિયારત કરવા માટે અજમેર આવી રહ્યાં છે. તે પોતાની પત્ની અને બાળકો સાથે સીધા પાકિસ્તાન પહોંચશે. ત્યારબાદ ખ્વાજાની દરગાહ પર જિયારતની ચાદર ચઢાવવા અજમેર જશે. જેને લઇને અજમેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. બીજી તરફ સીમા પર બે ભારતીય સૈનિકોની હત્યા બાદ ઘણા સંગઠન પરવેજ અશરફની યાત્રાનો વિરોધ કરી રહ્યાં છે. અજમેર શરીફ દરગાહના દિવાન જૈનુલ આબિદીને પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રીની અજમેરની યાત્રાનો વિરોધ કર્યો છે.

અજમેર શરીફ દરગાહના અધિકારી દીવાન સૈયદ જૈનુલ અબ્દીન અલી ખાને શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે તે પોતાના પરિવાર સાથે અહીં જિયારત કરવા માટે આવશે ત્યારે તેમનો બહિષ્કાર કરીશું. દીવાન આબેદીને પાકિસ્તાન સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોના માથાં કાપી નાખવાના વિરોધમાં આ નિર્ણય લીધો છે. હિંદુવાદી સંગઠન પહેલાથી જ પરવેઝ અશરફના આવવાનો વિરોધ કરી રહ્યા છે.

અડમેરના વકીલોએ પણ પાકિસ્તાનના વડાપ્રધાન પરવેઝ અશરફની અજમેર યાત્રાને તેમની વ્યક્તિગત મુલાકાત ગણાવીને કોંગ્રેસના તમામ દળોને આ મુદ્દે રાજકારણ નહીં રમવા અપીલ કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરગાહની નજીકની હોટલમાં ખાનગી વેશમાં પોલીસને નિયુક્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ દરગાહ કમિટીએ પણ પાકિસ્તાનની વડાપ્રધાનના શાનદાર સ્વાગતની વાત કરી છે. પરવેઝ અશરફ જિયારત માટે શનિવારે નવ માર્ચે અજમેર શરીફ આવી રહ્યા છે.

English summary
Pakistan’s Prime Minister Raja Pervez Ashraf will spend about five hours in Jaipur along with his family members before heading to the shrine of Khwaja Moinuddin Chishti in Ajmer on Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X