Parliament security breach: સંસદ ભવનમાં કેમ આ રીતે ઘૂસ્યા? માસ્ટરમાઈન્ડ લલિત ઝાએ કબૂલ્યુ બધુ
Parliament Security Breach: સંસદ સુરક્ષા ભંગ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ તેનો હેતુ જાહેર કર્યો છે. તપાસ ટીમે દિલ્હીની એક કોર્ટને જણાવ્યું છે કે આરોપીઓએ પૂછપરછ દરમિયાન સંસદમાં ઘૂસણખોરી પાછળના હેતુ વિશે કબૂલાત કરી છે.
અધિકારીઓએ કહ્યું કે સંસદમાં ઘૂસણખોરી કરનાર જૂથ દેશમાં અરાજકતા પેદા કરવા માંગે છે. એટલું જ નહીં, સંસદ પર હુમલો કરીને આરોપીઓ સરકારને તેમની "ગેરકાયદેસર" માંગણીઓ પૂરી કરવા દબાણ કરવા માંગતા હતા. પૂછપરછ દરમિયાન, સંસદ સુરક્ષા ભંગ કેસના મુખ્ય સૂત્રધાર લલિત ઝાએ પણ હુમલા પાછળનું કારણ જણાવ્યું.

સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવેલા લલિત ઝાએ ગુરુવારે મોડી રાત્રે (14 ડિસેમ્બર) રાત્રે ધરપકડ કરતા પહેલા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ હવે લલિત ઝા સાથે કથિત રીતે જોડાયેલા બે લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે, જેની ઓળખ રાજસ્થાનના નાગૌરના રહેવાસી 27 વર્ષીય ભાઈ કૈલાશ કુમાવત, અને 32 વર્ષીય મહેશ કુમાવતતરીકે કરવામાં આવી છે.
તપાસકર્તાઓએ એડિશનલ સેશન્સ જજ (ASJ) હરદીપ કૌરને રિમાન્ડની અરજી સબમિટ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે હુમલાના માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ આ કેસમાં તેની સંડોવણીની કબૂલાત કરી છે. કેસથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, રિમાન્ડ અરજીમાં ખુલાસો થયો છે કે તમામ આરોપીઓ, ચાર પુરુષો, લલિત ઝા, સાગર શર્મા, મનોરંજન ડી, અમોલ શિંદે અને એક મહિલા, નીલમ આઝાદ, ઘણી વખત મળ્યા હતા અને પછી કાવતરું ઘડ્યું હતું.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે "લલિત ઝાએ ખુલાસો કર્યો હતો કે તે દેશમાં અરાજકતા પેદા કરવા માંગે છે જેથી કરીને તે સરકારને તેમની ગેરકાયદેસર માંગણીઓ પૂરી કરવા દબાણ કરી શકે."
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીએ સૌપ્રથમ સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહ સાથે જોડાયેલા ફેસબુક પેજના સભ્યો તરીકે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રતાપ સિંહા પાસેથી મળેલા વિઝિટર પાસનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો.
પૂછપરછ દરમિયાન, 35 વર્ષીય લલિચ ઝાએ પોલીસને જણાવ્યું હતું કે સંસદમાં ઘૂસણખોરીના કલાકો પછી તે ભાગી ગયો તે જ દિવસે તેણે તમામ પાંચ મોબાઈલ ફોન નષ્ટ કરી દીધા હતા. લલિત ઝાએ દાવો કર્યો હતો કે તેણે કેટલાક ફેંક્યા અને કેટલાકને બાળી નાખ્યા. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેણે (લલિતે) ચેટ અને કોમ્યુનિકેશન્સ સંબંધિત પુરાવાની શક્યતાને દૂર કરવા માટે ફોનનો નાશ કર્યો હતો.
રિમાન્ડ અરજીમાં જણાવાયું છે કે લલિત ઝા જ્યારે બસમાં રાજસ્થાનના જયપુર જઈ રહ્યો હતો ત્યારે તેણે મોબાઈલ ફોનનો નાશ કર્યો હોવાની શંકા હતી અને તેણે દિલ્હી પરત આવતા સમયે તેનો ફોન ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.












Click it and Unblock the Notifications
