For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 સપ્ટેમ્બરે FDIના વિરોધમાં આઠ પક્ષોની હડતાળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

India Map, Bandh
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: ડાબેરીપક્ષો અને સપા સહિત મુખ્ય આઠ રાજકીય પક્ષોએ રિટેલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણ (FDI)ની પરવાનગી આપવા તેમજ ડીઝલના ભાવવધાર અને રાંઘણગેસના સિલિન્ડરની મર્યાદા નક્કી કરવાના સરકારના નિર્ણયોને જનહિત વિરોધી ગણી 20 સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતા એબી વર્ધને જણાવ્યું હતું કે સપાના પ્રમુખ મુલાયમ યાદવે 20 સપ્ટેમ્બરે હડતાલ કરવાની સલાહ આપી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. આ હડતાળમાં ચારેય ડાબેરીપક્ષો, સપા, તેદેપા, જેડીયુ (એસ) અને બીજુ જનતા દળ સંયુક્ત રીતે સામેલ છે.

વર્ધને કહ્યું છે કે મલ્ટી-બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં 51 ટકા તથા ઉડ્ડયન સેક્ટરમાં 49 ટકા એફડીઆઇની પરવાનગી આપી છે. તેમજ સાર્વજનિક ક્ષેત્રની ચાર કંપનીઓના 15,000 કરોડ રૂપિયાને ભાગીદારી વેચવાનો સરકારનો આ નિર્ણય શુક્રવારે કરવામાં આવ્યો હતો છે તે જનહિત વિરોધી છે.

વર્ધને કહ્યું હતું કે આ નિર્ણયના એક દિવસ અગાઉ સરકારે ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે અને સબસિડીયુક્ત એલપીજી રાંધણગેસની મર્યાદા ઘટાડી દીધી છે. જેના કારણે સામાન્ય માણસને ભારે મુશ્કેલીઓ ઉભી થશે. કોમ્યુનિસ્ટ નેતાએ કહ્યું હતું કે મલ્ટી બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં એફડીઆઇની મંજૂરીથી રિટેલ વ્યાપાર સાથે જોડાયેલા દેશના પાંચ કરોડથી વધુ લોકોની રોજી-રોટી છીનવાઇ જશે.

English summary
Eight non-Congress, and non-BJP parties - including SP, CPI, CPM, BJD and TDP - have decided to called for a nationwide bandh on September 20 against a clutch of government decisions like allowing FDI in multi-brand retail, disinvestment in navratna companies, hike in diesel price and cut in subsidy on gas cylinders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X