જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું શક્તિ પ્રદર્શન, કહ્યું- અધ્યક્ષ પદ પર પાર્ટીના આલાકમાનનો ફેસલો

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું શક્તિ પ્રદર્શન, કહ્યું- અધ્યક્ષ પદ પર પાર્ટીના આલાકમાનનો ફેસલો

ઈન્દોરઃ કોંગ્રેસ મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિને લઈ ગુટબાજીના અંદાજાઓની વચ્ચે રવિવારે અહીં કહ્યું કે પોતાના લોહી-પરસેવો વહાવી પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવનાર પાર્ટી કાર્યકર્તાઓની આન-બાન-શાન યથાવત રાખવી તેમનું કર્તવ્ય છે. જ્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પર દાવેદારીના સવાલ પર સિંધિયાએ રવિવારે શહેરના એક મેરેજ ગાર્ડનમાં બે કલાક સુધી કોંગ્રેસી કાર્યકર્તાઓની સિલસિલેવાર મુલાકાત કરી.

jyotiraditya scindia

આના માટે બનાવવામાં આવેલ વિશાળ પંડાલમાં સિંધિયાની તસવીરો સિવાય, તેમના દિવંગત પિતા માધવરાવ સિંધિયા અને પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પોસ્ટર પ્રમુખતાથી લગાવવામાં આવ્યાં હતાં. રાજનૈતિક વિશ્લેષક મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથેની સિંધિયાની આ મુલાકાતને તેમના શક્તિ પ્રદર્શન તરીકે જોઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સિંધિયા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં સામેલ છે. કાર્યક્રમ બાદ સિંધિયાએ કહ્યું કે, મેં આજે 3000 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, 'માત્ર મધ્યપ્દેશમાં જ નહિ, બલકે આખા દેશમાં કોંગ્રેસ સંગઠન ફરીથી જીવિત કરવું અતિ મહત્વપૂર્ણ છે. આ કામ માટે તમામ કોંગ્રેસ નેતાઓએ સંકલ્પ લીધો છે.' પ્રત્યક્ષદર્શિઓ મુજબ મંચ પર સિંધિયા સાથે મુલાકાત માટે કાર્યકર્તાઓમાં ધક્કા-મુક્કી પણ થઈ. ઉલ્લેખનીય છે કે કમલનાથને રાજ્ય વિધાનસભા ચૂંટણીથી સાત મહિના પહેલા એપ્રિલ 2018માં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પાછલા વર્ષે ડિસેમ્બરમાં તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. બાદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી બન્યાના ઠીક બાદ તેમણે પાર્ટી આલાકમાન સમક્ષ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવાની વાત કહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X