For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર પર એડ ચિપકાવો અને EMIs ભરવામાંથી મુક્તિ મેળવો

|
Google Oneindia Gujarati News

ads-on-car
નવી દિલ્હી, 11 જુલાઇ : તમે હવે કાર ખરીદવા માંગો છો, પણ ઇએમઆઇ તમારું ટેન્શન છે. તો તમે આ ટેન્શનમાંથી મુક્તિ મેળવી શકો છો. હવે એક એવી વ્યવસ્થા ઉભી થઇ શકે છે કે તમારી કારની ઇએમઆઇ કોઇ કંપની ભરે. જી હા, પુનાની એક એડ કંપની ડ્રીમર્સ મીડિયા એન્ડ એડવર્ટાઇઝિંગે કાર માલિકોને તેમની (ઇએમઆઇ) ભરવામાં આર્થિક સહયોગ કરવાની રજૂઆત કરી છે. આ માટે તમારે તમારી કાર પર એડવર્ટાઇઝિંગ ચોંટાડવાની છૂટ આપવી પડશે. એટલે કે એડ કંપની તમારી કારની બોડીનો ઉપયોગ બિલબોર્ડની જેમ કરશે.

આ અંગે કંપનીએ જણાવ્યું કે જો કારનો માલિક તેમની કાર પર એડ ચિપકાવવા આપશે તો ત્રણ વર્ષ સુધી કંપની કારની ઇએમઆઇ ભરશે. એના કારણે કાર માલિકે માત્ર બે વર્ષની જ ઇએમઆઇ ભરવી પડશે. આ સાથે કાર માલિકે કાર ખરીદતા સમયે 25 ટકા એડવાન્સ પેમેન્ટ પણ કરવું પડશે.

ડ્રીમર્સ મીડિયાના સીઇઓ સુનીસ મહોમ્મદે જણાવ્યું કે આ સુવિધાને કારણે વિવિધ બ્રાન્ડ્સને સર્વાધિક રીતે લોકોમાં લોકપ્રિય બનાવી શકાશે. આ દ્વારા સામાન્ય વ્યક્તિનું કાર ખરીદવાનું સપનું પણ ઝડપથી સાકાર બનશે.

જો કે આ રજૂઆત અંતર્ગત કારનું મહત્તમ મૂલ્ય રૂપિયા 6 લાખ કરતા વધારે હોવું જોઇએ નહીં. સાથે આ કાર્સે એક મહિનામાં 1500 કિલોમીટર ફરવું પડશે, જ્યારે નાના શહેરોમાં આ પ્રમાણ 1000થી 1200 કિલોમીટરનું રાખવામાં આવ્યું છે. કંપની કારની ઇએમઆઇ ભરવા માટે આપની કારણની 40થી 60 ટકા જગ્યાનો ઉપયોગ એડ એટલે કે જાહેરાત કરવા માટે કરશે.

English summary
Paste ad on your car, company will pay EMIs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X