ખુબ જ જલ્દી બાબા રામદેવ આ પ્રોડક્ટ લોન્ચ કરશે
જો તમે પતંજલિ પ્રોડક્ટ ઉપયોગ કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. તમારા માટે બાબા રામદેવ વધુ કંઈક નવું લઈને આવી રહ્યા છે.
જો તમે પતંજલિ પ્રોડક્ટ ઉપયોગ કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. તમારા માટે બાબા રામદેવ વધુ કંઈક નવું લઈને આવી રહ્યા છે. બાબા રામદેવની કંપની પતંજલિ માટે વર્ષ 2018 થોડું મુશ્કેલીભર્યું અને નિરાશાજનક રહ્યું. પરંતુ કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણ ઘ્વારા જણાવ્યા અનુસાર આગળ પતંજલિની ગ્રોથના જોરદાર વધારો થશે. કંપની વર્ષ 2022 સુધી 50 હજાર કરોડ રૂપિયાનો ટાર્ગેટ પૂરો કરી લેશે.

સીએનબીસી આવાઝ રિપોર્ટ અનુસાર બાબા રામદેવની પતંજલિને નવી ઉંચાઈ પર લઇ જવા માટે તેઓ શુદ્ધ સ્વદેશી જીન્સ લોન્ચ કરશે. પતંજલિ આયુર્વેદ એમડી આચાર્ય બાલકૃષ્ણ ઘ્વારા જણાવ્યા અનુસાર પતંજલિ આ વર્ષના અંત સુધીમાં શુદ્ધ સ્વદેશી કપડાં લોન્ચ કરશે.
તેના માટે પતંજલિ ઘ્વારા દેશભરમાં 100 કરતા પણ વધારે સ્ટોર ખોલવાની યોજના બનાવી છે. એટલું જ નહીં પરંતુ પતંજલિ પોકેટ દૂધ લોન્ચ કરવાની યોજના ઉપર પણ કામ કરી રહ્યું છે. એટલે કે ખુબ જ જલ્દી તમને પતંજલિ દૂધ પણ મળશે.
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડ પહેલા ઐષધી, ત્યારપછી ખાવા પીવાની ચીઝો અને પછી કોસ્મેટિક્સ બનાવવાનું ચાલુ કર્યું. પતંજલિ પોતાના પ્રોડક્ટના દમ પર મોટી મોટી કંપનીઓને ચુનોતી આપી રહી છે. બાબા રામદેવની પતંજલિ કંપનીએ સિમ લોન્ચ કર્યું છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ સાથે મળીને બાબા રામદેવે સિમ લોન્ચ કર્યું છે. આ સિમ કાર્ડ લીધા પછી તમને રોજ 2 જીબી ડેટા સાથે ઇન્સ્યોરન્સ પણ મળશે.
બાબા રામદેવે પહેલા મોબાઈલ સિમ કાર્ડ લોન્ચ કર્યું ત્યારપછી વહાર્ટસપ મેસેન્જર એપને ટક્કર આપવા માટે તેંમને પતંજલિ બ્રાન્ડની કિમભો એપ માર્કેટમાં ઉતારી. કિમભો બિલકુલ સ્વદેશી એપ છે, જે ભારતમાં વહાર્ટસપને ટક્કર આપવા માટે મેદાન પર ઉતરી છે. પરંતુ આ એપ માટે મોટાભાગના લોકોએ નેગેટિવ રીવ્યુ જ આપ્યા છે. કિમભો એપ ડાઉનલોડ કર્યા પછી ઘણા લોકો પરેશાની વેઠી રહ્યા છે. પરંતુ હજુ સુધી પતંજલિ તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.












Click it and Unblock the Notifications
