Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોપી પેસ્ટ છે સ્વદેશી વહાર્ટસપ, પતંજલિ કિમભો પર ચેટિંગ કરવું ખતરનાક

બાબા રામદેવે પહેલા મોબાઈલ સિમ કાર્ડ લોન્ચ કર્યું ત્યારપછી વહાર્ટસપ મેસેન્જર એપને ટક્કર આપવા માટે તેંમને પતંજલિ બ્રાન્ડની કિમભો એપ માર્કેટમાં ઉતારી

બાબા રામદેવે પહેલા મોબાઈલ સિમ કાર્ડ લોન્ચ કર્યું ત્યારપછી વહાર્ટસપ મેસેન્જર એપને ટક્કર આપવા માટે તેંમને પતંજલિ બ્રાન્ડની કિમભો એપ માર્કેટમાં ઉતારી. પતંજલિ બ્રાન્ડની કિમભો એપ બીજા એપનો કોપી પેસ્ટ છે પરંતુ તેની સાથે સાથે કિમભો પર ચેટિંગ કરવું ખતરનાક સાબિત થઇ શકે છે. ફ્રાન્સના ફેમસ સિક્યોરિટી રિસર્ચર એલિયોટ એલ્ડરસન ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પતંજલિ કિમભો એપ ખુબ જ સરળતાથી ઍક્સેસ કરી શકાય છે. તે સિક્યોરિટી અને પ્રાયવસી માટે એક ચિંતાનો વિષય છે.

kimbho

કિમભો લોન્ચ થયા પછી સિક્યોરિટી રિસર્ચર એલિયોટ એલ્ડરસન ઘ્વારા ટવિટ કરીને એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને કહ્યું કે 0001 અને 9999 વચ્ચે એક સુરક્ષા કોડ પસંદ કરવું અને તેને પોતાની પસંદની સંખ્યાને મોકલવું સંભવ છે. એલ્ડરસન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એપ ડિસ્ક્રિપશન માટે ઓટીપી ફોર્મેટ એસએમએસ બોલો (BOLO) એપનું કોપી છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ રિસર્ચર એલિયોટ એલ્ડરસન દાવો કરી ચુક્યા છે કે પીએમ મોદીની એપ પણ બોલો એપનું કોપી છે.

સિક્યોરિટી રિસર્ચર એલિયોટ એલ્ડરસન ઘ્વારા બાબા રામદેવની કિમભો એપ સિક્યોરિટી હિસાબે ખુબ જ ખરાબ છે. તેમને જણાવ્યું કે કોઈ પણ ખુબ જ સરળતાથી આ એપને ઍક્સેસ કરી શકે છે. બાબા રામદેવની આ સ્વદેશી એપ લોન્ચ થતાની સાથે જ 50 હજાર લોકોએ તેને ડાઉનલોડ કરી લીધી. પરંતુ થોડા જ કલાકોમાં કિમભો એપ પ્લે સ્ટોરથી ગાયબ થઇ ગયી.

કિમભો બિલકુલ સ્વદેશી એપ છે, જે ભારતમાં વહાર્ટસપને ટક્કર આપવા માટે મેદાન પર ઉતરી છે. પરંતુ આ એપ માટે મોટાભાગના લોકોએ નેગેટિવ રીવ્યુ જ આપ્યા છે. કિમભો એપ ડાઉનલોડ કર્યા પછી ઘણા લોકો પરેશાની વેઠી રહ્યા છે. પરંતુ હજુ સુધી પતંજલિ તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X