પવન બંસલે PM સામે કરી રાજીનામુ ધરવાની રજૂઆત

pawan kumar bansal
નવી દિલ્હી, 4 મે: રેલવે બોર્ડમાં સદસ્ય સ્ટાફના પદ પર નિમણૂંક અપાવવા માટે લાંચ લેવાના મામલામાં પોતાની ભૂમિકાનું ખંડન કરતા રેલમંત્રી પવન કુમાર બંસલે પોતાના પદ પરથી રાજીનામુ ધરી દેવાની પ્રધાનમંત્રી સામે તૈયારી બતાવી છે.

પવન બંસલે આ મુદ્દે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત લગભગ 1 કલાક સુધી ચાલી હતી. તેમના રાજીનામા પર પ્રધાનમંત્રી મનમોહન સિંહ તરફથી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

બપોરે પવન બંસલે 7 રેસકોર્સ જઇને પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કર્યા વગર ચાલ્યા ગયા પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીને જણાવ્યું કે તેઓ નિર્દોષ છે પરંતુ વિપક્ષ તેને જે રીતે મુદ્દો બનાવી રહ્યું છે, તેઓ સરકાર માટે કોઇ મુસીબત નથી બનવા માંગતા માટે તેઓ પોતાના પદ પરથી રાજીનામુ આપવાની તૈયારી બતાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ લાંચના આરોપમાં કેન્દ્રિય રેલ રેલ મંત્રી પવન કુમાર બંસલના ભાણીયા વિજય સિંઘલાની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ શુક્રવારે સાંજે મુંબઇમાં રેલવે બોર્ડના સભ્ય મહેશ કુમારની ધરપકડ કરી હતી. તેની પાસેથી 90 લાખ મળી આવ્યા હતા. સીબીઆઇએ પ્રમોશન માટે લાંચ આપવાના મુદ્દે મહેશ કુમાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મુદ્દે વિપક્ષે પવન બંસલને ભીંસમાં લઇને તેમના રાજીનામાની માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X