પશ્ચિમ બંગાળમાં બીજેપીને મોટો ઝટકો, આસનસોલ સીટ પર પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો

હાલમાં જ બીજેપીએ તેની પહેલી લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી જાહેર થયાના થોડા કલાકોમાં બીજેપીને પશ્ચિમ બંગાળમાં મોટો ઝટકો મળ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભોજપુરી સ્ટાર પવન સિંહને ટિકિટ આપી છે. પરંતુ હવે 3 માર્ચે પવન સિંહે ટ્વીટ કર્યું છે કે તેઓ આસનસોલથી ચૂંટણી નહીં લડે.

Pawan Singh

પવન સિંહે ટ્વિટ કર્યું અને જણાવ્યુ કે, હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં.

જણાવી દઈએ કે, બીજેપી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને હરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અહીં મમતા બેનર્જીથી બીજેપીને મોટી ટક્કર મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X