For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકના આરોપી સાધ્વી પ્રજ્ઞાનું ટ્વિટર એકાઉન્ટ વેરિફાઇડ કઈ રીતે

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) મહેબુબા મુફ્તીએ ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ટ્વિટર હેન્ડલ પર વિરોધ વ્યક્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) મહેબુબા મુફ્તીએ ભોપાલ લોકસભા સીટથી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ટ્વિટર હેન્ડલ પર વિરોધ વ્યક્ત કર્યો છે. મેહબૂબા મુફ્તી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જેની પર આતંકનો આરોપ છે તેને નફરતનું બીજ વાવવા માટે પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે. ભગવાનનો આભાર કે ગોડસે જીવતો નથી.

આ પણ વાંચો: યુપીમાં બૂથ મેનેજમેન્ટથી SP-BSPના જાતીય સમીકરણ સામે આ રીતે લડી રહ્યું છે ભાજપ

વેરિફાઈડ સિમ્બોલ શેર કરતા પ્રહાર કર્યો

જમ્મુ કાશ્મીરની પૂર્વ સીએમ મહેબુબા મુફ્તીએ પ્રજ્ઞા ઠાકુરના ટ્વિટર વેરિફાઇડ હેન્ડલનો સિમ્બોલ શેર કર્યો, જેમાં બ્લુ ટીક સાથે ટવિટ કરવામાં આવી છે. ખરેખર સાધ્વી પ્રજ્ઞા પાસે વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ છે, જેના પર મહેબુબા મુફ્તીએ પ્રહાર કર્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર 2008 માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપ છે અને હાલમાં તે જામીન પર બહાર છે. લોકસભા ચૂંટણી 2019 દરમિયાન ભાજપે તેને ભોપાલથી કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે મેદાનમાં ઉતારી છે.

પ્રજ્ઞાને ટિકિટ આપ્યાનો પણ વિરોધ કર્યો હતો

આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જયારે મેહબૂબા મુફ્તીએ પ્રજ્ઞા ઠાકુર પર પ્રહાર કર્યો છે. આ પહેલા જયારે ભોપાલથી ભાજપે પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી, ત્યારે પણ તેમને ટવિટ કરીને વિરોધ કર્યો હતો. તેમને કહ્યું હતું કે, જો હું એક આતંકી ઉમેદવારને મેદાનમાં ઉતારું તો ટીવી ચેનલ mehboobaterrorist હેશટેગ સાથે ટ્રેન્ડ કરી રહ્યા હોય. આ લોકો અનુસાર આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ બધા જ મુસલમાનો આતંકી છે, નિર્દોષ સાબિત થતા સુધી દોષી.

વિવાદિત નિવેદનને કારણે વિરોધ

વિવાદિત નિવેદનને કારણે વિરોધ

ભોપાલ સીટથી ભાજપા ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર તે સમયે ચર્ચામાં આવી, જયારે તેને શહીદ હેમંત કરકરે વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારપછી વિપક્ષી પાર્ટીઓ ઘ્વારા તેના પર પ્રહાર કરવામાં આવ્યા. પરંતુ અંતે હેમંત કરકરે નિવેદન પર તેને માફી માંગી લીધી. તેમને કહ્યું હતું કે તેમના શ્રાપથી હેમંત કરકરેની મૌત થઇ. એટલું જ નહીં પરંતુ તેમને એવુ પણ કહ્યું હતું કે વર્ષ 1992 અયોધ્યા બાબરી મસ્જિદ તોડવામાં તેમની ભાગીદારી હતી, જેનો તેમને ગર્વ છે.

English summary
PDP leader Mehbooba Mufti target Twitter India over Sadhvi Pragya's verified account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X