For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાટીમાં વધ્યો રાજકીય ગરમાવો, PDPએ નકારી NCની ઓફર, ભાજપ સાથે વાત થશે!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 27, ડિસેમ્બર: જમ્મૂ કાશ્મીરમાં સરકાર બનાવવાને લઇને રસાકસી જામી છે. તોડજોડનું સમીકરણ ચાલી રહ્યું છે. સરકાર બનાવવાનાને લઇને ઘણીવાર ટ્વિસ્ટ આવી રહ્યં છે. તાજા ટ્વિસ્ટમાં પીડીપીએ નેશનલ કોંન્ફ્રેંસના સમર્થનની ઓફર નકારી કાઢી છે.

નેશનલ કોંન્ફ્રેંસે પીડીપીને સમર્થન આપવાની ઓફર કરી હતી, પરંતુ પીડીપીએ તેને નકારી કાઢી. કહેવામાં આવે છે કે મુફ્તી મોહંમદ સઇદ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી જશે. પરિસ્થિતી એ છે કે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે કઇ પાર્ટી કોની મદદથી સરકાર બનાવશે. પીડીપીએ હજુ સુધી પોતાના પત્તા ખોલ્યા નથી તો નેશનલ કોંન્ફ્રેંસ ભાજપ સાથે જવામાં ખચકાઇ રહી છે.

pdp

તમને જણાવી દઇએ કે નેશનલ કોંન્ફ્રેંસે પીડીપીને બિન શરતી સમર્થન આપવાની વાત કહી છે, પરંતુ પીડીપીએ તેને નકારી કાઢી છે. તો બીજી તરફ જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરાએ પણ ભાજપ અને પીડીપીને પત્ર લખીને જવાબ માંગ્યો છે કે સરકાર કેવી રીતે બનાવશે. આ દરમિયાન શુક્રવારનો આખો દિવસ ભાજપ અને પીડીપી નેતાઓની મુલાકાતનો સિલસિલો ચાલતો રહ્યો, પરંતુ નિષ્કર્ષ નિકળ્યો નહી.

English summary
There is hectic politicking underway in Jammu & Kashmir over who will form the government. The PDP has rejected the National Conference's offer of unconditional support.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X