For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા વિદ્યાર્થીઓને PDP પૂરી પાડશે કાનૂની સહાય

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીની પાર્ટી પીડીપીએ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા વિદ્યાર્થીઓની કાનૂની સહાયતા કરવાનુ નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ શ્રીનગરમાં મે

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીની પાર્ટી પીડીપીએ પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા વિદ્યાર્થીઓની કાનૂની સહાયતા કરવાનુ નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ બાદ શ્રીનગરમાં મેડિકલના વિદ્યાર્થીઓએ પાકિસ્તાનની જીતની ઉજવણી કરી હતી.જેના પગલે આ વિદ્યાર્થીઓ સામે યુએપીએ હેઠળ કેસ કરવામાં આવ્યા છે.આ વિદ્યાર્થીઓને કાયદાકીય મદદ આપવાનુ પીડીપીએ નક્કી કર્યુ છે.

PDP

પીડીપીએ કહ્યુ છે કે જે વિદ્યાર્થીઓ પર યુએપીએ હેઠળ કેસ કરાયો છે અને જે ન્યાય મેળવવા માટે સક્ષમ નથી તે કાનૂની સહાયતા મેળવવા માટે અમારો સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ મેચ બાદ કાશ્મીરના મેડિકલ સ્ટુડન્ટસે ઉજવણી કરી હતી અને પાકિસ્તાનનુ રાષ્ટ્રગીત પણ ગાયુ હતુ.જેના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

ઉલ્લેખનિય છેકે વકીલોએ પાકિસ્તાનની ઉજવણી કરનાર વિદ્યાર્થીઓનો કેસ લડવાની મનાઇ કરી હતી. આ ઉપરાંત વકીલોએ જાહેર કર્યું હતુ કે જો કોઇ વિદ્યાર્થીઓનો કેસ લડશે તો તેમના વિરૂદ્ધ પગલા લેવામાં આવશે.

English summary
PDP will provide legal aid to students celebrating Pakistan's victory
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X