PMના ઘરની બહાર પ્રદર્શન : સલમાન ખુર્શીદની બરતરફીની માંગ

આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનના આવાસની બહાર પ્રદર્શનકારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઇને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં તેમણે કાયદા પ્રધાન સલમાન ખુર્શીદને બરતરફ કરવાની માગણી કરી હતી. પ્રદર્શન કરી રહેલા લોકોને પોલીસે ત્યાંથી મહાપરાણે દૂર કર્યા હતા.
હાલમાં સલમાન ખુર્શીદ તેમના પિતાના નામે ચલાવવામાં આવી રહેલા ટ્રસ્ટમાં થયેલી ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહ્યા છે. ખુર્શીદ સામે આરોપ મુકવામાં આવ્યા છે કે તેમણે વિકલાંગોની મદદ કરવા માટે આવેલા 71 લાખ રૂપિયાનો ગોટાળો કર્યો છે અને વિકલાંગોને સુવિધા પૂરી પાડી નથી.
આ મુદ્દે અરવિંદ કેજરીવાલે ધરણા અને પ્રદર્શનો કરીને કાયદા મંત્રીને પદ પરથી દૂર કરવાની માંગણી કરી હતી. સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં મળતા તેમણે પોતાનું આંદોલન સમાપ્ત કર્યું હતું. હવે પહેલી નવેમ્બરથી તેઓ ફર્રુખાબાદમાં આંદોલન કરવાના છે.
પોતાના ઉપર લાગેલા આરોપોને ખોટા સાબિત કરવા માટે ખુર્શીદના ટ્રસ્ટે એક દિવસ પહેલા વિકલાંગોને ટ્રાઇસિકલ આપીને એક વર્ષ પહેલા આપી હોવાનો દાવો કર્યો હતો. જેની જાણ મીડિયાને થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
