જમ્મુ કાશ્મીરના લોકો ચૂંટણી ઈચ્છે છે, એ અમારો અધિકાર છે-ઓમર અબ્દુલ્લા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર લોકશાહી વિરોધી હોવાના આરોપો લાગી રહ્યો ત્યારે હવે કાશ્મીરના લોકો ચૂંટણીની માંગ કરી રહ્યા છે. આ ક્રમમાં નેશનલ કોન્ફ્રન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ ચૂંટણી કરવાની માંગ કરી છે.
જમ્મુ કાશ્મીરન પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. જમ્મુ-કાશ્મીરના લોકો ચૂંટણી ઇચ્છે છે, ચૂંટણી અમારો અધિકાર છે.

ઓમર અબ્દુલ્લાએ ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યુ અને કહ્યું કે, જો ચૂંટણી પંચ પર કોઈ દબાણ હોય તો ખુલ્લેઆમ કહી દે કે અમારા પર દબાણ છે. અમે ચૂંટણી કરાવી શકતા નથી. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ન થવાથી સ્થિતિ બગડી છે. જી-20નું આયોજન કરીને પરિસ્થિતિને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઓમર અબ્દુલ્લા સતત કેન્દ્ર અને નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓની ટીકા કરી રહ્યા છે ત્યારે તેમણે કર્ણાટક ચૂંટણીમાં બીજેપીની શરમજનક હાર પર પણ પ્રહાર કર્યા હતા.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, બીજેપીએ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી કરાવવાની હિંમત બતાવવી જોઈએ. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, હવે બીજેપી કોઈ પણ સંજોગોમાં આવનારા સમયમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવવાની હિંમત નહીં કરે.
#WATCH चुनाव हमारा हक है, जम्मू-कश्मीर के लोग चुनाव चाहते हैं। अगर चुनाव आयोग पर कोई दबाव है तो वे कहें कि हम पर दबाव है और हम चुनाव नहीं करवा सकते हैं। हालात ख़राब हो चुके हैं, जी20 का आयोजन कर हालात पर पर्दा डालने की कोशिश की जा रही: नेशनल कांफ्रेंस के नेता उमर अब्दुल्ला,… pic.twitter.com/zMT6E6iWEk
— ANI_HindiNews (@AHindinews) June 6, 2023
તેમણે કહ્યું કે, શરમજનક હાર બાદ બીજેપી ઘાટીમાં ચૂંટણી કરાવવાની સ્થિતિમાં નથી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં યોજાઈ હતી. તે સમયે બીજેપી અને પીડીપીએ ગઠબંધન સરકાર બનાવી હતી.
આ સરકારમાં મુફ્તી મોહમ્મદ સઈદ મુખ્યમંત્રી બન્યા હતા. તેમના નિધન બાદ તેમની પુત્રી મહેબૂબા મુફ્તી સીએમ બન્યા હતા. 2018માં બીજેપીએ પીડીપીને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું હતું અને રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
