યુએસ એમ્બસી બહાર વિરોધ, વાંચો આજના ખાસ સમાચાર
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો કોલકતામાં જસ્ટીસ અશોક ગાંગુલીના સમર્થનમાં કોલકતા હાઇકોર્ટના વકીલો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી.યુએસ ઓથોરિટીઝ દ્વારા ભારતીય રાજદૂત સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યા બાદ નવી દિલ્હી ખાતે યુએસ એમ્બસી બહાર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. લોકસભામાં લોકપાલ બિલ પાસ થઇ ગયા બાદ રાલેગણ સિદ્ધિ, અહમેદનગર ખાતે અણ્ણા હજારેએ પોતાના અનશન તોડ્યા હતા. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

મૌન રેલી
કોલકતામાં જસ્ટીસ અશોક ગાંગુલીના સમર્થનમાં કોલકતા હાઇકોર્ટના વકીલો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી.

કાર્યાલય ખાતે અશોક ગાંગુલી
કોલકતામાં વેસ્ટ બંગાલ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરમેન જસ્ટીસ અશોક ગાંગુલી પોતાની ઓફીસે પહોંચ્યા હતા.

આરબીઆઇની ક્રેડિટ પોલીસી
મુંબઇ ખાતે આરબીઆઇની ક્રેડિટ પોલીસીની રિવ્યૂ બેઠકમાં આરબીઆઇ ગવર્નર રઘુરામ રંજન, ડેપ્યુટી ગવર્નર કેસી ચક્રવર્તી અને ઉરજિત પટેલ હાજર રહ્યા હતા.

યુએસ એમ્બસી બહાર વિરોધ
યુએસ ઓથોરિટીઝ દ્વારા ભારતીય રાજદૂત સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યા બાદ નવી દિલ્હી ખાતે યુએસ એમ્બસી બહાર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

બેન્ક કર્મચારી હડતાળ પર
કોલકતા ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના હેડક્વાર્ટર પાસે હડતાળ કરી રહેલા બેન્કના કર્મચારીઓ.

સંસદ ભવન ખાતે રાહુલ ગાંધી
નવી દિલ્હીમાં સંસદ ભવનની બહાર નીકળી રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.

ધૂમ્મસભર્યૂ વાતાવરણ
નવી દિલ્હીમાં સંસદ ભવન પાસે ધૂમ્મસભર્યૂ વાતાવરણ જોવા મળ્યું હતું.

વિક્લાંગોને મળ્યા નારાયણ મૂર્તિ
મુંબઇમાં એક શાળાની મુલાકાત દરમિયાન વિક્લાંગ બાળકો સાથે ચર્ચા કરી રહેલા ઇન્ફોસિસના એક્ઝિક્યૂટિવ ચેરમેન એન નારાયણ મૂર્તિ.

અણ્ણા હઝારેના પારણા
લોકસભામાં લોકપાલ બિલ પાસ થઇ ગયા બાદ રાલેગણ સિદ્ધિ, અહમેદનગર ખાતે અણ્ણા હજારેએ પોતાના અનશન તોડ્યા હતા.












Click it and Unblock the Notifications
