કર્ણાટકની જનતા ભ્રષ્ટ સરકારને બદલવા માંગે છે: સોનિયા ગાંધી

મેંગલોરમાં ગુરૂવારે એક મોટી જનસભાને સંબોધીત કરતા સોનિયા ગાંધીએ કર્ણાટકની બીજેપી સરકાર પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બીજેપીએ સૂબેની જનતાને ઠાલા વચનો આપ્યા છે. પાંચ વર્ષમાં કર્નાટકની સરકારને 80,000 કરોડ રૂપિયા મળ્યા છે. પરંતુ વિકાસના નામે અહીની જનતાને છેતરી છે. સોનિયાએ કહ્યું કે 'કર્ણાટકની ભ્રષ્ટ ભાજપ સરકારને જનતા યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશે.'
સોનિયાએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર એક બિમારી છે, આ એક કેન્સર છે જે સમાજમાં ફેલાઇ ગયું છે પરંતુ તેની સામે લડવા માટે કોંગ્રેસ સરકારે જેટલું કર્યું છે તેટલું કોઇ રાજનૈતિક દળે નથી કર્યું. કોંગ્રેસ સરકારે જ માહિતી અધિકારનો કાયદો આપ્યો છે જેના કારણે એકપછી એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
