પેટ્રોલ 15 ઓક્ટોબરથી એક રૂપિયો થઇ શકે છે સસ્તું !
નવી દિલ્હી, 13 ઓક્ટોબર: મોંઘવારીની માર સહન કરી રહેલી જનતા માટે ખુશખબરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 15 ઓક્ટોબરથી પેટ્રોલ એક રૂપિયા સસ્તું થઇ શકે છે. એક સમાચાર ચેનલના સંવાદદાતાના અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ઘટાડાના લીધે પેટ્રોલના ભાવ ઓછા કરવાના સંકેત ઓઇલ કંપનીઓને આપ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ડીઝલના ભાવમાં પણ ભારે કાપ થઇ શકે છે, જો કે ડીઝલના ભાવ ઓછા કરવામાં થઇ રહેલા મોડાના લીધે સરકારના માધ્યમથી ડીઝલને ડી રેગુલેટ એટલે બજારના હવાલે કરવાનો નિર્ણય પર અસમંજસની સ્થિતિ છે. તમને જણાવી દઇએ કે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવની કિંમત 88 ડોલર પ્રતિ બેરલ છે.

સરકાર અને ઉદ્યોગ સૂત્રોના અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલ સસ્તુ થવાથી સાર્વજનિક ક્ષેત્રની ઓઇલ કંપનીઓ ભાવમાં ઘટાડો કરી શકે છે. ઓઇલ કંપનીને છૂટક ભાવ અને આયત મૂલ્યમાં અંતરના લીધે જે નુકસાન થઇ રહ્યું છે, તે સમાપ્ત થઇ રહ્યું છે.












Click it and Unblock the Notifications
