ચેન્નઈમાં ભાજપ કાર્યાલયમાં મોડી રાતે ફેંકવામાં આવ્યો પેટ્રોલ બૉમ્બ
ભારતીય જનતા પાર્ટીના ચેન્નઈ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પેટ્રોલ બૉમ્બથી હુમલો થયો છે.
ચેન્નઈઃ ભારતીય જનતા પાર્ટીના ચેન્નઈ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પેટ્રોલ બૉમ્બથી હુમલો થયો છે. ભાજપ નેતા કરાતે થાઈગરાજે જણાવ્યુ કે અમારી ઑફિસમાં મોડી રાતે 1.30 વાગે પેટ્રોલ બૉમ્બ ફેંકવામાં આવ્યો. આ પ્રકારની ઘટના 15 દિવસ પહેલા પણ થઈ હતી. આ હુમલામાં ડીએમકેની ભૂમિકા છે. અમે આ ઘટનામાં તમિલનાડુ સરકારની ભૂમિકાની નિંદા કરીએ છીએ. અમે ઘટનાની જાણકારી પોલિસને પણ આપી છે. ભાજપ કેડર આ પ્રકારની વસ્તુઓથી ડરતા નથી. રિપોર્ટ મુજબ પેટ્રોલ બૉમ્બ ફેકંનારાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ કોઈ અજ્ઞાત વ્યક્તિએ ફેંક્યો છે.













Click it and Unblock the Notifications
