પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધરખમ વધારો, જાણો આજની કિંમત
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ધરખમ વધારો, જાણો આજની કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાએ સામાન્ય નાગરિકોને મુશ્કેલી ફરી વધારી છે. 13મી જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 47 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 61 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 67.24 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.55 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો નાગરિકોની કમર તોડી રહી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 49 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 59 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 69.75 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 63.69 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરો માટે પણ પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાને લઈને બેડ ન્યૂઝ છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 48 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 62 પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 75.39 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 66.66 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
દક્ષિણ ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 52 પૈસા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 63 પૈસા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. નવી કિંમત લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 72.39 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 67.25 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
