ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, મુંબઈમાં 90 રૂપિયાને પાર
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી એકવાર વધારો નોંધવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 11 પૈસા અને ડીઝલના ભાવમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી એકવાર વધારો નોંધવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 11 પૈસા અને ડીઝલના ભાવમાં પાંચ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવો લાગુ થયા બાદ પેટ્રોલ 92.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 74.02 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સરકારને વિપક્ષ અને સામાન્ય જનતાની ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તામ વિરોધ છતાં તેલ કંપનીઓ પર કોઈ ખાસ અસર પડતી દેખાઈ રહી નથી.

વળી, જો મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 90 રૂપિયાના આંકડાને પણ પાર કરી ગયો છે. અહીં પેટ્રોલ 90.08 રૂપિયા પ્રતિ લિટરના ભાવે પહોંચી ગયુ છે જ્યારે ડીઝલ 78.58 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. પેટ્રોલના ભાવમાં રવિવારે 17 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલના ભાવમાં 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલના ભાવ 82.61 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલનો ભાવ 73.97 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો હતુ. અમદાવાદમાં પણ પેટ્રોલનો ભાવ 11 પૈસાના વધારા સાથે 81.83 રૂપિયા સુધી જ્યારે ડીઝલ 6 પૈસાના વધારા સાથે 79.44 રૂપિયા સુધી પહોંચી ગયુ છે.
છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલના ભાવોમાં રોજ વધારો થઈ રહ્યો છે અને જનતા તેનો સતત વિરોધ પણ કરી રહી છે. સરકાર પર સતત આ બાબત માટે દબાણ પણ છે. વળી, બીજી તરફ પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવો સામે દિલ્હી હાઈકોર્ટમાં એક યાચિકા પણ દાખલ કરવામાં આવી છે. આ યાચિકામાં કેન્દ્રનો તે રેકોર્ડ રજૂ કરવાના નિર્દેશ કરવાની માંગ કરવામાં આવી છે જેના આધાર પર તેલ કંપનીઓ દ્વારા ઈંધણના ભાવ રોજ નક્કી કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
