For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ કિંમતનો રેકોર્ડ તોડ્યો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ચુકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર ભાવ વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાલ માં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી ઉંચા સ્તરે પહોંચી ગયા છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ડીઝલની કિંમત અત્યારસુધી સૌથી ઉપર રેકોર્ડ સ્તરે પહોંચી છે.

રેકોર્ડ સ્તરે પહોંચી કિંમત

રેકોર્ડ સ્તરે પહોંચી કિંમત

ઇન્ડિયન ઓઇલ આંકડા અનુસાર રવિવારે દિલ્હીમાં ડીઝલ કિંમત 64.58 રૂપિયા, મુંબઈમાં 68.77 રૂપિયા અને ચેન્નાઇમાં તેની કિંમત 68.12 રૂપિયા પહોંચી ગયી છે. આ મહાનગરોમાં ડીઝલ અત્યારસુધી ના સુધી ઉપરના સ્તરે પહોંચી ચૂક્યું છે.

મોદી સરકારમાં સૌથી મોંઘુ

મોદી સરકારમાં સૌથી મોંઘુ

હવે જો મોદી સરકાર કાર્યકાલમાં પેટ્રોલ અને ડીઝલ ભાવ પર નજર કરવામાં આવે તો અત્યારસુધી રેકોર્ડ સ્તરે પહોંચી ચૂક્યું છે. રવિવારે દિલ્હીમાં પેટ્રોલ ભાવ 73.73 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યું છે. જે મોદી સરકાર કાર્યકાલ માં સૌથી વધુ છે. મુંબઈમાં 81.59 રૂપિયા અને ચેન્નાઇમાં પેટ્રોલ ભાવ 76.48 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ચૂક્યું છે.

ભાવ વધવાનું કારણ

ભાવ વધવાનું કારણ

કાચા તેલની કિંમત પર ધ્યાન આપવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતમાં વૃદ્ધિ થયી છે. પરંતુ જે રીતે રૂપિયાની કિંમત ઘટી છે તેને પણ કાચા તેલની કિંમત વધારી નાખી છે. જેને કારણે તેલ કંપનીઓ ઘ્વારા કિંમતમાં વધારો કરવો પડ્યો છે. આ વર્ષે કાચા તેલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 70 ડોલર પ્રતિ બેરલ પહોંચી ચુકી છે. જયારે રૂપિયાની કિંમતમાં 21 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.

English summary
Petrol diesel prices at its historical record high price during modi government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X