મોંઘા પેટ્રોલ-ડિઝલે ફરીથી બનાવ્યા રેકોર્ડ, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. શનિવારે પણ પેટ્રોલના ભાવોમાં 22 પૈસાની વૃદ્ધિ થતા દિલ્હીમાં પેટ્રોલ 83.40 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી એક વાર વધારો કરવામાં આવ્યો છે. શનિવારે પણ પેટ્રોલના ભાવોમાં 22 પૈસાની વૃદ્ધિ થતા દિલ્હીમાં પેટ્રોલ 83.40 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. જ્યારે ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ડીઝલ 74.63 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. તેલના વધતા ભાવોના કારણે મોદી સરકારને ચારે તરફથી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હી ઉપરાંત અમદાવાદની વાત કરીએ તો 18 પૈસાના વધારા સાથે પેટ્રોલ 82.50 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. જ્યારે ડીઝલ 22 પૈસાના વધારા સાથે 80.09 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે. વળી, મુંબઈની વાત કરીએ તો અહીં પણ પેટ્રોલના ભાવમાં 22 પૈસા પ્રતિ લિટર વધારી દેવામાં આવ્યા છે જ્યારે ડીઝલના ભાવમાં પણ 22 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલ 90.75 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયુ છે જ્યારે ડીઝલ 79.23 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયુ છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. સરકારના તમામ દાવા બાદ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થતો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ટૂંક સમયમાં ચાર વર્ષના મહત્તમ સ્તરે પહોંચી શકે છે. એવામાં તેલના ભાવમાં ઘટાડાના અણસાર હાલમાં જોવા નથી મળી રહ્યા.












Click it and Unblock the Notifications
