સતત બીજી વાર વધ્યા પેટ્રોલ-ડિઝલના ભાવ, ડિઝલે તોડ્યો રેકોર્ડ
પેટ્રોલ અને ડિઝલના ભાવ છેલ્લા ત્રણ દિવસની અંદર સતત બીજી વાર વધી ગયા છે. ફરીથી એક વાર તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો ઝીંકી દીધો છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવ છેલ્લા ત્રણ દિવસની અંદર સતત બીજી વાર વધી ગયા છે. ફરીથી એક વાર તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ પેટ્રોલ પાંચ વર્ષના પોતાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે ડિઝલ અત્યાર સુઘી પોતાના સૌથી ઉંચા ભાવ પર પહોંચી ગયુ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જ્યારે ડિઝલના ભાવમાં 22 પૈસાનો વધારો થયો છે.

19 દિવસમાં બીજો વધારો
સતત બીજા દિવસે જે રીતે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થયો છે તે બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 74.95 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે. જ્યારે ડિઝલની કિંમત 66.36 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જાણકારોનું કહેવુ છે કે છેલ્લા 19 દિવસોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો નહિ કરવાથી તેલ કંપનીઓને ઘણુ નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ. જેની ભરપાઈ માટે આ વધારો કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે આવનારા સમયમાં પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થતો રહેશે.

ગયા વર્ષે બદલાયા છે નિયમ
તમને જણાવી દઈએ કે આ પહેલા 14 મે ના રોજ પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પટ્રોલના ભાવમાં 17 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે ડિઝલના ભાવમાં 21 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે સરકારી તેલ કંપનીઓએ ગયા વર્ષે જૂન મહિનાથી તેલ કિંમતો રોજિંદા સ્તરે નક્કી કરવાનું શરૂ કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોમાં સતત વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ચૂંટણી બાદ બદલાયો ભાવ
તેલના ભાવો માટે પ્રકારનું વલણ આ પહેલી વાર નથી જોવા મળ્યુ. 2017 માં ગુજરાતમાં થયેલ ચૂંટણીમાં પહેલા તેલ કંપનીઓએ ત્યાં લગભગ 15 દિવસ સુધી સતત 1-3 પૈસાનો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં 14 ડિસેમ્બર 2017 ના રોજ વિધાનસભા ચૂંટણી થઈ હતી. ત્યાં પણ વોટિંગ બાદ તેલ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ દીધુ હતુ.












Click it and Unblock the Notifications
