છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટ્યા, દિલ્હીમાં 77.96 રૂપિયા

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર મચેલા હાહાકાર બાદ રોજ મામૂલી રાહત મળી રહી છે. આજે સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે.

પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર મચેલા હાહાકાર બાદ રોજ મામૂલી રાહત મળી રહી છે. આજે સતત છઠ્ઠા દિવસે પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે દેશના ચાર મોટા શહેરોમાં પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડિઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં આજે એક લિટર પેટ્રોલનો ભાવ 77.96 રૂપિયા છે જ્યારે મુંબઈમાં પેટ્રોલ 85.77 રૂપિયા પ્રતિ લિટરના ભાવથી વેચાઈ રહ્યુ છે. આજે ભોપાલમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે ત્યાં એક લિટર દીઠ પેટ્રોલનો ભાવ 83.58 રૂપિયા છે.

ડિઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો

ડિઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો

દિલ્હીમાં આજે પ્રતિ લિટર ડિઝલના ભાવ 68.97 રૂપિયા થઈ ગયા છે જ્યારે કોલકત્તામાં 71.52 રૂપિયા, મુંબઈમાં 73.43 રૂપિયા અને ચેન્નઈમાં પ્રતિ લિટર ડિઝલનો ભાવ 72.82 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ માટે થયો હતો હોબાળો

પેટ્રોલ-ડિઝલના ભાવ માટે થયો હતો હોબાળો

તમને જણાવી દઈએ કે 14 મે થી 29 મે સુધી પેટ્રોલના ભાવોમાં સતત વધારા બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવો અંગે ભારે હોબાળો થયો હતો. વધતા ભાવોના કારણે મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી હતી પરંતુ છેલ્લા 6 દિવસોથી તેલ કંપનીઓ પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં મામૂલી ઘટાડો કરી રહી છે.

પેટ્રોલના ભાવમાં અત્યાર સુધી 47 પૈસાનો ઘટાડો

પેટ્રોલના ભાવમાં અત્યાર સુધી 47 પૈસાનો ઘટાડો

છેલ્લા 6 દિવસોમાં પેટ્રોલના ભાવમાં અત્યાર સુધીમાં 47 પૈસાનો ઘટાડો થયો છે. છેલ્લા 6 દિવસોમાં ડિઝલના ભાવમાં 34 પૈસાનો ઘટાડો થયો છે.

આના લીધે ઓછા થયા ભાવ

આના લીધે ઓછા થયા ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવમાં ઘટાડો થવો શરૂ થઈ ગયો છે. જેના લીધે અરબ અને રશિયાએ કાચા તેલના પુરવઠાના નિયમોમાં ઢીલ આપી છે જેના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવોમાં મામૂલી ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X