Phalodi Satta Bazar : ફલોદી સટ્ટા બજારે અચાનક બીજેપીની સીટો વધારી, જાણો કેટલી સીટ મળવાનું અનુમાન?

લોકસભા ચૂંટણી માટે 5 તબક્કાનું મતદાન પુરૂ થઈ ગયુ છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યુ છે. આ મતદાન પહેલા ફલોદી સટ્ટા બજારે બીજેપીની સીટોની સંખ્યા વધવાનું અનુમાન લગાવ્યુ છે.

છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના રોજ અને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1લી જૂને યોજાશે. છેલ્લા બે તબક્કાના મતદાન પહેલા રાજસ્થાનના ફલોદી સટ્ટા માર્કેટમાં ભાવો આસમાને પહોંચ્યા છે.

Phalodi Satta Bazar

ફલોદી સટ્ટા બજારના સટોડિયાઓએ અચાનક ભાજપ અને એનડીએને મળેલી સીટોની સંખ્યા વધારી દીધી છે.

લોકસભા ચૂંટણી 2024ની આચારસંહિતા લાગુ થયા પહેલા ફલોદી સટ્ટાબજારે અનુમાન લગાવ્યું હતું કે આ વખતે ભાજપને 400 નહીં પરંતુ 330 સીટો મળી શકે છે.

પાછળથી પ્રારંભિક તબક્કામાં મતદાનની ટકાવારી ઘટવાને કારણે ફલોદી સટ્ટાબજારે નવા અંદાજો લગાવ્યા અને ભાજપની બેઠકોની સંખ્યા 298-300 કરી હતી. હવે ફરીથી બેઠકો વધવાની ધારણા છે.

છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા ફલોદી સટ્ટા બજારના તાજેતરના અંદાજમાં એનડીએને 346થી 350 બેઠકો આપવામાં આવી રહી છે જ્યારે ભાજપને એકલા હાથે 306થી 310 બેઠકો મળવાનું અનુમાન છે.

રાજસ્થાન અને ફલોદીમાં ભાજપની ઘટતી બેઠકોમાં અચાનક વધારો થવાને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X