PhysicsWallahના સીઈઓ અલખ પાંડે અને શિવાની દુબે જલ્દી કરશે લગ્ન, થોડા વર્ષોમાં ઉભી કરી કરોડોની કંપની
ફિઝિક્સવાલાના સીઈઓ અલખ પાંડે ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ શિવાની દુબે સાથે સાત ફેરા લેવા જઈ રહ્યા છે.
Edtech Unicorn Physics Walaના સીઈઓ અલખ પાંડે ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ શિવાની દુબે સાથે સાત ફેરા લેવા જઈ રહ્યા છે. અલખ અને શિવાનીના લગ્ન પછી દિલ્લીમાં એક ફાઈવ સ્ટાર લક્ઝરી હોટલમાં શાનદાર સેલિબ્રેશનમાં ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

આર્થિક તંગીના કારણે વેચાઈ ગયુ ઘર
તમને જણાવી દઈએ કે શિવાની દુબે અને અલખ પાંડેએ ગયા વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી. જેનો ફોટો તેમણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. અલખ પાંડે પ્રયાગરાજના રહેવાસી છે અને શિવાની પણ પ્રયાગરાજની જ છે. વ્યવસાયે પત્રકાર શિવાની મનોરંજન, સંસ્કૃતિ, રાજનીતિ અને સમસામયિક વિષયો પર લેખ લખે છે. તેણે પોતાના કરિયરમાં ઘણા સામયિકોમાં કામ કર્યુ.
અલખ પાંડેએ પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે જ્યારે તે ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમનુ અડધુ ઘર વેચાઈ ગયુ હતુ અને જ્યારે તે છઠ્ઠા ધોરણમાં પહોંચ્યો ત્યારે તેમનુ આખુ ઘર વેચાઈ ગયુ હતુ. આર્થિક તંગીનો સામનો કરી રહેલા અલખના પરિવારને ઝૂંપડપટ્ટીમાં રહેવુ પડ્યુ. જ્યારે અલખ આઠમા ધોરણમાં પહોંચ્યો, ત્યારે તેણે ઘરે મદદ કરવા માટે ટ્યુશન કરાવવાનુ શરૂ કર્યુ અને તેણે કોલેજ સુધી ટ્યુશન કરાવવાનુ ચાલુ રાખ્યુ. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી ઑફલાઇન કોચિંગમાં વિદ્યાર્થીઓને ભણાવ્યુ. તેમની શીખવવાની રીત છોકરાઓને એટલી ગમતી કે વિદ્યાર્થીઓ ભેગા થવા લાગ્યા.

JEE અને NEET વિદ્યાર્થીઓની પ્રિય ચેનલ
આ પછી અલખ પાંડેએ યુટ્યુબ ચેનલ શરૂ કરી અને શિક્ષકો સિવાય, અલખે તેના આખા લેક્ચર્સ અપલોડ કરવાનું શરૂ કર્યું અને ચેનલે થોડી જ વારમાં ઝડપ પકડી. આ પછી, અલખ કોટા ગયો જેને કોચિંગ હબ કહેવામાં આવે છે અને તેની ચેનલ માટે શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી એકત્રિત કરી અને તેમની મદદથી તેણે તેની નવી અભ્યાસ સામગ્રી બનાવી અને પાંચ વર્ષમાં જ ફિઝિકવાલાએ કોટામાં પોતાની સંસ્થા શરૂ કરી અને એક મહિનામાં 10,000 બાળકોએ તેમના કોચિંગમાં પ્રવેશ લીધો. પ્રથમ બેચમાં 63 હજાર બાળકોએ પ્રવેશ લીધો હતો. આ પછી, અલખે એક પછી એક ઊંચાઈસર કરી અને 2017થી આજ સુધીમાં તેમણે કરોડોની કિંમતની પોતાની કંપની બનાવી છે.
કાનપુરની એક ખાનગી શાળામાં ભણાવવા માટે અલખ પાંડેએ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષમાં કૉલેજ છોડી દીધી. બાદમાં તેમણે યુટ્યુબ ચેનલ શરુ કરી. બાદમાં તેમણે PhysicsWallah નામની કંપનીની સ્થાપના કરી જે JEE અને NEET વિદ્યાર્થીઓની પ્રિય ચેનલ છે.

અલખની ફર્મ 2017ની યુનિકૉર્ન્સની સૂચિમાં થઈ સામેલ
અલખ પાંડેની આ યુટ્યુબ ચેનલ ભૌતિકશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન અને અર્થશાસ્ત્રનુ શિક્ષણ પ્રદાન કરે છે. સીરિઝ A ફંડિંગમાં 100 મિલિયન યુએસ ડૉલર એકત્ર કર્યા બાદ કંપની 2017માં ભારતના યુનિકૉર્ન્સની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. આ સાથે અલખ પાંડે ભારતના લોકપ્રિય શિક્ષકોમાંના એક છે અને સોશિયલ મીડિયા પર તેમના વિશાળ ફેન્સ અને ફૉલોઅર્સ છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં 31 વર્ષીય અલખ પાંડેએ રાજ્યની શિક્ષણ પ્રણાલીના ઘણા મુદ્દાઓ અને ઉત્તર પ્રદેશમાં શિક્ષણની ઉપલબ્ધતા અને શિક્ષણની પહોંચને સુધારવા માટે જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવા માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે બેઠક કરી હતી. અલખે ઉત્તર પ્રદેશમાં એવા કોચિંગ સેન્ટરો સ્થાપવાની વાત કરી જે એક સમયે પ્રયાગરાજમાં હતા. સીએમ યોગીને મળ્યા બાદ અલખ પાંડેએ લિંક્ડ ઈન પર એક પોસ્ટ લખી કે તેઓ હંમેશા જવાબદારીપૂર્વક કામ કરે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
