For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ભાજપમાં કોણે અને ક્યારે નિભાવી હતી અધ્યક્ષ પદની જવાબદારી !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાજનાથ સિંહ બિન હરિફ ચુંટાઇ આવ્યા છે. હવે તે પક્ષમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પક્ષમાં સેવા આપશે. ભાજપમાં રાજનાથ સિંહનું કદ ઘણું મોટું થઇ ગયું છે, જ્યારે તેમને બીજીવાર તેમની પસંદગી અધ્યક્ષ પદ માટે કરવામાં આવી હતી. જોવા જઇએ તો આ મુદ્દે રાજનાથ સિંહે લાલ કૃષ્ણ અડવાણીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અડવાણી બાદ રાજનાથે એકમાત્ર એવા નેતા છે જેમને એકથી વધુ વાર ભાજપના અધ્યક્ષ પદ તરીકે ચુંટવામાં આવ્યાં છે. ત્યારે આપણે ભૂતકાળમાં એક ડોકિયું કરીએ કે અત્યાર સુધી ક્યારે અને કોણે ભાજપ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી છે.

અટલબિહારી વાજપેય

અટલબિહારી વાજપેય

ભાજપની રચના બાદ 1980 થી 1986 સુધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેય ભાજપના અધ્યક્ષ પદે રહી ચૂક્યાં છે.

લાલકૃષ્ણ અડવાણી

લાલકૃષ્ણ અડવાણી

1986 થી 1991 સુધી લાલકૃષ્ણ અડવાણી ભાજપના અધ્યક્ષ પદે રહ્યાં છે. 1993 થી 1998 અને 2004 થી 2006 સુધી ફરી એકવાર લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષ પદે તાજપોશી થઇ. ત્યારબાદ જિન્ના પ્રકરણના કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

મુરલી મનોહર જોષી

મુરલી મનોહર જોષી

1991 થી 1993 સુધી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યાં છે. આ દરમિયાન તેમને ભારત એકતા યાત્રા કાઢી હતી. આ દરમિયાન બાબરી મસ્જિદ પાડવામાં આવી હતી.

કુશાભાઉ ઠાકરે

કુશાભાઉ ઠાકરે

1998 થી 2000 સુધી તેમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યાં હતા.

બંગારૂ લક્ષ્મણ

બંગારૂ લક્ષ્મણ

2000 થી 2001 સુધી બંગારૂ લક્ષ્મણે ભાજપના અધ્યક્ષ તરીકે કમાન સંભાળી હતી. સ્ટિંગ ઓપરેશન બાદ તેમને રાજીનામું આપી દિધું હતું.

જેના કૃષ્ણમૂર્તિ

જેના કૃષ્ણમૂર્તિ

બંગારૂ લક્ષ્મણને અધ્યક્ષ પદેથી દૂર કર્યા બાદ 2001 થી માંડીને 2002 જેના કૃષ્ણમૂર્તિએ અધ્યક્ષ પદનો મોરચો સંભાળ્યો હતો.

વેંકૈયા નાયડુ

વેંકૈયા નાયડુ

2002 થી 2004 દરમિયાન વેંકૈયા નાયડુ ભાજપના અધ્યક્ષ પદે રહીને ભાજપને સેવા આપી હતી.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

2006 થી 2009 સુધી રાજનાથ સિંહે ભાજપના અધ્યક્ષ તરીકે રાજ કર્યું હતું.

નિતિન ગડકરી

નિતિન ગડકરી

2009 થી 22 ફેબ્રુઆરી 2013 સુધી નિતિન ગડકરી અધ્યક્ષ પદે રહ્યાં હતા.

English summary
Newly elected president of Rajnath Singh is the only BJP leader after LK Advani who become party president more than one time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X