અદાણી-વાઢેરાની મુલાકાતની તસવીર લીક, મચ્યો રાજકીય હોબાળો
નવી દિલ્હી/અમદાવાદ, 12 એપ્રિલ: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાની ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના પ્રમુખ ગૌતમ અદાણી સાથે મુલાકાતને લઇને કોંગ્રેસ એકવાર ફરી મુશ્કેલીમાં વધારો થતો દેખાઇ રહ્યો છે. ગુજરાતના એક અખબારમાં કંઇક આવી તસવીર પ્રકાશિત કરવામાં આવી છે, રોબર્ટ વાઢેરા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સાથે દેખાઇ રહ્યા છે. આ તસવીર ત્યારની છે, જ્યારે રોબર્ટ વાઢેરા અદાણી ગ્રુપના એરક્રાફ્ટથી અદાણીના પ્રોજેક્ટ જોવા માટે કચ્છ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા દિવસોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીને અદાણી ગ્રુપ સાથે સંબંધ હોવાને લઇને નિશાના પર લીધા હતા.














Click it and Unblock the Notifications
