Pics: શિમલા દૂર્ઘટનાઃ પળભરમાં મોતના મુખમાં સમાઈ ગયા 13 જીવન
હિમાચલ પ્રદેશના શિમલામાં શનિવારની સવાર 13 લોકો માટે મોતનો સંદેશ લઈને આવી. 13 લોકોને લઈને જઈ રહેલી જીપ અચાનક શિમલાના સ્નેલમાં નિયંત્રણથી બહાર થઈ ગઈ અને 50 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ.
હિમાચલ પ્રદેશના શિમલામાં શનિવારની સવાર 13 લોકો માટે મોતનો સંદેશ લઈને આવી. 13 લોકોને લઈને જઈ રહેલી જીપ અચાનક શિમલાના સ્નેલમાં નિયંત્રણથી બહાર થઈ ગઈ અને 50 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ. દૂર્ઘટના એટલી ભયાનક હતી કે જીપમાં બેસેલા 10 લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો. ત્રણ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા નહિ. કહેવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં મોટાભાગે એક જ પરિવારના સભ્યો હતા.

દૂર્ઘટના ખૂબ જ ભયાનક હતી, જીપ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ચૂકી હતી અને મોત પોતાનો તાંડવ મચાવી ચૂકી હતી.

સ્થળ પર પહોંચેલી પોલિસ અને લોકો પણ દૂર્ઘટનાને જોઈને ચોંકી ગયા. ચારે તરફ મૃતદેહોનો ઢગલો પડ્યો હતો.

50 ફૂટ ઉંડી ખીણમાં ગયેલી જીપની અંદર કોઈને પણ બચવાનો મોકો ન મળ્યો.

મૃતકોમાં એક બાળક પણ હતો. એક સાથે 13 શબોને જોઈને દરેકની આંખો ભરાઈ ગઈ હતી.













Click it and Unblock the Notifications
