જ્યારે એસિડ એટેક સર્વાઇવર રિતુ સૈનીએ કર્યું કેટ વોક..

Written By:
Subscribe to Oneindia News

જેમ વિદ્યા વિનયથી શોભે છે, એમ સુંદરતા હિંમત અને આત્મવિશ્વાસથી શોભે છે. આ બે આભૂષણો સિવાય મહિલાની સુંદરતાની કોઇ કિંમત નથી. આ વાત લોકોને શીખવાડી એસિડ એટેકનો શિકાર બનનાર રિતુ સૈનીએ. રિતુની હિંમત અને આત્મવિશ્વાસને કારણે આજે તેનું નામ દુનિયાની સૌથી સુંદર મહિલાઓમાં ઉમેરાયું છે. સમાજ સામે એક સુંદર ઉદાહરણ રજૂ કરતાં આ એસિડ એટેક સર્વાઇવરે શનિવારે એશિયન ડિઝાઇનર વિક 2017માં ડિઝાઇનર રિચા ચડ્ઢા માટે રેમ્પ વોક કર્યું હતું.

એશિયન ડિઝાઇનર વિક છે ખાસ

એશિયન ડિઝાઇનર વિક છે ખાસ

સ્ટેજ પર રિતુને રેમ્પ વોક કરતી જોઇ લોકો ચોંકી ઉઠ્યા હતા, પરંતુ રિતુની હિંમત અને આત્મવિશ્વાસને કારણે તેને દર્શકોનો હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો. લોકોએ ખૂબ ઉત્સાહ સાથે તેના માટે તાળીઓ પાડી હતી. રિતૂએ કહ્યું કે, મેં ઘણા ફેશન કાર્યક્રમોમાં ભાગ લીધો છે. એશિયન ડિઝાઇનર વિક મારા માટે ખાસ છે, આ કાર્યક્રમ થકી મને સારી તક મળી.

પહેલા પોતાનામાં પરિવર્તન લાવો

પહેલા પોતાનામાં પરિવર્તન લાવો

સમાજ સમક્ષ એક સુંદર ઉદાહરણ રજૂ કરનારે રિતુએ કહ્યું કે, જો સમાજની વિચારસરણી બદલવી હશે, તો પહેલા પોતાનામાં પરિવર્તન લાવવું પડશે. જો આપણે પોતાને નહીં બદલીએ, તો બીજાની વિચારસરણી પણ નહીં બદલી શકીએ.

પહેલા હું ચહેરો ઢાંકીને ચાલતી..

પહેલા હું ચહેરો ઢાંકીને ચાલતી..

રિતુ હવે એસિડ એટેક સર્વાઇવર કેમ્પેન સાથે પણ જોડાઇ છે અને આ અંગે જાગૃતિ લાવવા માટે કામ કરી રહી છે. થોડા સમય પહેલાં આ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું, હું પહેલા મારો ચહેરો ઢાંકીને ચાલતી હતી, પરંતુ હવે હું એવું નથી કરતી. મારી સાથે જે થયું, એ માટે હું જવાબદાર નથી.

પિતરાઇ ભાઇએ જ ફેંક્યુ હતું એસિડ

પિતરાઇ ભાઇએ જ ફેંક્યુ હતું એસિડ

ઉલ્લેખનીય છે કે, રોહતકની નિવાસી રિતુ પર તેના પિતરાઇ ભાઇએ જ એસિડ ફેંક્યુ હતું, જેના કારણે તેનો ચહેરો ખરાબ થઇ ગયો અને અત્યાર સુધીમાં તેના 8 ઓપરેશન થઇ ચૂક્યાં છે. આમ છતાં, ડિપ્રેશનમાં ન સરી પડતાં રિતુએ આજે સમાજ સમક્ષ સુંદરતાની એક નવી વ્યાખ્યા રજૂ કરી છે અને લોકોને સંદેશ આપ્યો છે કે, જીવનના પડકારોનો સામનો હિંમત સાથે કરવો જોઇએ.

English summary
Acid attack survivor Ritu Saini walked the ramp as a showstopper for designer Disha Chadha at the Asian Designer Week 2017 on Saturday.
Please Wait while comments are loading...