PICS: આંધ્ર પ્રદેશ, ઓડિશામાં હુડહુડે મચાવી તબાહી
વિશાખાપટ્ટનમ, 12 ઓક્ટોબરઃ પુર ઝડપે આવી રહેલું વાવાઝોડું વિશાખાપટ્ટનમના તટીય વિસ્તારો સાથે ટકરાયું તો 205 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી હવાઓ ફુંકાવા લાગી. જોત જોતામાં ચારેકોર તબાહીનો માહોલ સર્જાઇ ગયો. આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આંધ્ર પ્રદેશ તેમજ પાડોશી રાજ્ય ઓડિશામાં પાંચ લોકોના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે અને વિજળી તથા સંચાર લાઇન ઠપ થઇ ગઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશમા આવેલા વાવઝોડાને લઇને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ સાથે વાતચીત કરીને હરસંભવ મદદ માટે આશ્વાસન આપ્યું છે. કેન્દ્રિય કેબિનેટ સચિવ અજીત કુમારે સેઠે કહ્યું કે વડાપ્રધાને માત્ર આંધ્ર પ્રદેશ અને ઓડિશા જ નહીં પરંતુ અન્ય રાજ્યો માટે પણ ચિંતા વ્યક્ત કરી છે, જે વરસાદથી પ્રભાવિત થઇ શકે છે. અમે અહીં હુડહુડની તસવીરો લઇને આવ્યા છીએ, તો ચાલો તેને સ્લાઇડર થકી નિહાળીએ.

હુડહુડે મચાવી તબાહી
તસવીરોમાં તમે હુડહુડ દ્વારા મચાવવામાં આવેલા તબાહીના મંજરને જોઇ શકો છો.

તટ સાથે ટકરાયું તે પહેલાની તસવીર
આ એ સમયની તસવીર છે જ્યારે હુડહુડ તટ સાથે ટકરાવાનું હતું.

લોકોમાં આ વખતે એટલો ભય નથી
ફેલિનને જોયા બાદ આ વખતે હુડહુડને લઇને લોકોમાં વધારે ભય જોવા મળી રહ્યો નથી.

તટીય વિસ્તારોનું દ્રશ્ય
તટીય વિસ્તારોનું દ્રશ્ય હુડહુડ આવ્યું તે પહેલા કંઇક આવું હતું.

હુડહુડ પહેલા હાઇટાઇડ
વિશાખાપટ્ટનમમાં હુડહુડ પહેલા હાઇટાઇડ ઉઠતી જોવા મળી હતી.

બંગાળની ખાડીમાં વાવાઝોડું
બંગાળની ખાડીમાં જ્યારે આ વાવાઝોડું ઉડ્યું તો તમામ તટો પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું.

હુડહુડના કારણે સમુદ્રની લહેરો
હુડહુડના કારણે સમુદ્રમાં ઉંચી ઉંચી લહેરો ઉઠતી જોવા મળી.

આંધ્ર પ્રદેશમાં જ્યારે હુડહુડે દસ્તક આપી
જ્યારે હુડહુડમાં દસ્તક આપી તો સમુદ્રમાં તમામને એલર્ટ કરી દેવામાં આવ્યું.

હુડહુડની તસવીરો
હુડહુડના કારણે સમુદ્રમાં ઉંચી ઉંચી લહેરો ઉઠી.

ભયાનક તબાહીનો મંજર
આંધ્ર પ્રદેશમાં જ્યારે હુડહુડે દસ્તક આપી તો ભયાનક તબાહીનો મંજર જોવા મળ્યો.

સમુદ્રમાં ઉંચી લહેરો
કંઇક આ રીતે હુડહુડ બાદ ઉંચી લહેરો ઉઠતી જોવા મળી.

નાવડીઓ રોકી દેવામાં આવી
હુડહુડના કારણે નાવડીઓ રોકી દેવામાં આવી છે. માછીમારોને સમુદ્રની બહાર બોલાવી લેવાયા છે.

ઘરોમાં પાણી ઘુસ્યુ
સમુદ્રનો જ નહીં પરંતુ વરસાદના પાણી ઘરોમાં પણ ઘુસી ગયા છે.

હુડહુડે તોડી દિવાલ
હુડહુડના કારણે સમુદ્રની લહેરોએ દિવાલ તોડી દીધી અને પાણી અંદર ઘુસી ગયું.

લોકોને બચાવવામાં આવ્યા
પહેલાથી જ વ્યવસ્થા કરી સરકારે 50 હજાર લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

હુડહુડ દરમિયાન સમુદ્રી લહેરો
સમુદ્રમાં હુડહુડના કારણે ભયાનક લહેરો ઉઠી.

વાવાઝોડા હુડહુડ દરમિયાન વરસાદ
હુડહુડ આવતા જ જોરદાર વરસાદ પડવા લાગ્યો છે.

વૃક્ષો થયા ધરાશાયી
હુ઼ડહુડ બાદ 200 કિ.મી સુધીની રફતારથી આવેલા ઝડપી પવનોના કારણે વૃક્ષો ધરાશયી થયા.

બચાવ કાર્ય જારી
પરેશાન લોકો પોતાની જિંદગી બચાવવા માટે સરકારની મદદ લઇ રહ્યાં છે.

પોતાના બાળકને સુરક્ષિત સ્થળે લઇ જઇ રહેલી મહિલા
વરસાદના પાણીથી બચીને પોતાના બાળકને સુરક્ષિત સ્થળે લઇ જઇ રહેલી મહિલા.

વાવાઝોડાએ મચાવી તબાહી
વાવઝોડાએ એ પ્રકારે તબાહી મચાવી છેકે સમુદ્ર તટો પર લાગેલા વૃક્ષો ધરાશયી થઇ ગયા છે.












Click it and Unblock the Notifications
