તસવીરોઃ નીતા અંબાણીએ માંગ્યા બાબા વિશ્વનાથના આશીર્વાદ

વારાણસી, 2 નવેમ્બરઃ દેશના જાણીતા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આજે ભલે કૂબેરના ખજાના પર બેસેલા હોય અને પોતાના વ્યવસાયને લઇને વ્યસ્ત હોવા છતાં પણ તેઓ પોતાની પત્ની નીતા અંબાણીના જન્મ દિવસને મનાવવાનું ક્યારેય ભૂલતા નથી.

1 નવેમ્બરે નીતાએ પોતાના જીવનના 51 વર્ષ પૂર્ણ કર્યા જેને મનાવવા માટે મુકેશ અંબાણી પોતાની પત્ની અને બાળક સાથે વારાણસી પહોંચ્યા. જ્યાં તેમમે આખા પરિવાર સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી. નીતા અંબાણી પોતાના પતિ મુકેશ અંબાણી સાથે ગંગા આરતીમાં સામેલ થવા માટે દશાસ્વમેઘ ઘાટ પહોંચીને ગંગા આરતીમાં ભાગ લીધો.

નીતા અંબાણીના જન્મ દિવસને લઇને વારાણસીમાં મોટી માત્રામાં સવારની તૈયારીઓ ચાલી રહી હતી. નીતાએ પોતાના જન્મદિવસને આ વખતે વારાણસીમાં મનાવવામા આવ્યો. મુકેશ અંબાણીનો પરિવાર પહેલીવાર વારાણસી પહોંચ્યો. મુકેશ અંબાણી શનિવારે બપોરે ચાર્ટર્ડ પ્લેનથી પોતાના પરિવાર સાથે વારાણસી પહોંચ્યા.

નીતા સાથે તેમની માતા કોકિલાબેન પણ હાજર હતા. નીતાના જન્મ દિવસે કાશી ઘાટ પર 11000 સ્ક્વેયર ફૂટ પર રેડ કાર્પેટ પાથરવામાં આવ્યું હતું. ઘાટના ફૂલો અને રંગ બેરંગી ઇલેક્ટ્રિક લાઇટ્સને સજાવવામાં આવી હતી. તો ચાલો વધુ તસવીરો થકી જાણીએ.

કાશી વિશ્વનાથનું દર્શન

કાશી વિશ્વનાથનું દર્શન

1 નવેમ્બરે નીતાએ પોતાના જીવનના 51 વર્ષ પૂર્ણ કર્યા જેને મનાવવા માટે મુકેશ અંબાણી પોતાની પત્ની અને બાળક સાથે કાશી વિશ્વનાથના દર્શને ગયા.

પર્પલ રંગની સીધા પલ્લુંની સાડી

પર્પલ રંગની સીધા પલ્લુંની સાડી

નીતા અંબાણી પોતાની પતિ મુકેશ અંબાણીની સાથે ગંગા આરતીમાં સામેલ થવા માટે દશાશ્વમેઘ ઘાટ પહોંચીને ગંગા આરતીમાં પણ ભાગ લીધો. પર્પલ રંગની સીધા પલ્લુની સાડીમાં તૈયાર નીતાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ. મુકેશ અંબાણી પણ પારંપરિક વેશભૂષામાં નજરે આવ્યા.

કાશી વિશ્વનાથના દરબારમાં વિશેષ પૂજા અર્ચના

કાશી વિશ્વનાથના દરબારમાં વિશેષ પૂજા અર્ચના

દશાશ્વમેઘ ઘાટ પર મુકેશ અંબાણીની ટીમે ગંગા આરતી અને લાઇટિંગ માટે ગંગા સેવા નિધિ સાથે જોડાયેલા લોકોની સહાયતા પણ લીધી. પત્નીના જન્મ દિવસ માટે મુકેશ અંબાણીએ શનિવારે કાશી વિશ્વનાથ દરબારમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી.

સમાજ સેવિકા નીતા અંબાણી

સમાજ સેવિકા નીતા અંબાણી

નોંધનીય છેકે નીતા અંબાણી દેશના વિખ્યાત સમાજ સેવિકા હોવાની સાથોસાથ ધીરુભાઇ અંબાણી ફાઉન્ડેશનના મુખિયા પણ છે.

મુંબઇ ઇન્ડિયન્સના સહ માલિક

મુંબઇ ઇન્ડિયન્સના સહ માલિક

ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન હોવાની સાથોસાથ નીતા અંબાણી આઇપીએલમાં રમાઇ રહેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સહ માલિક તથા ઓબેરોય હોટલ્સ એન્ડ રિસોર્ટ્સના એડિશનલ ડિરેક્ટર પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X